સુરત : ખાનગી ડોક્ટર બિનજરૂરી રીતે ટોસિલિઝુમેબનો ઉપયોગ કરવા લાગતા તંગી સર્જાઈ-જયંતિ રવિ

0
16

સુરત. શહેરમાં કોરોના કેસમાં ખાસો વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા એકાદ અઠવાડીયાથી સુરતમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવવા આવેલા આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે જણાવ્યું છે કે, શહેરમાં કોરોનાગ્રસ્તોની સારવાર માટે ઉપયોગમાં ટોસિલિઝુમેબ જેવા ઈન્જેક્શનો ખાનગી હોસ્પિટલના તબીબો બિનજરૂરી રીતે ઉપયોગ કરવા લાગ્યા છે. આ ઈન્જેક્શનની હાલમાં તંગી છે. જો કે 198 ઈન્જેક્શન સિવિલ હોસ્પિટલને આપવામાં આવ્યાં છે. આ ઈન્જેક્શન બિનજરૂરી લોકોને અપાતા આડઅસર પણ થઈ શકે છે. આ ઈન્જેક્શન ક્લેક્ટરની અધ્યક્ષતામાં બનેલી તબીબોની કમિટી રિપોર્ટ જોઈને આપશે.સાથે જ તેમણે સુરતમાં થઈ રહેલા કોરોના પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો અંગે વાત કરતાં ધનવંતરી રથ અને હોમ આઈસોલેશન અંગેની માહિતી આપી છે.

તપાસ બાદ ટોસિલિઝુમેબ અપાશે
આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું કે, ક્લેક્ટરે એક કમિટી બનાવી છે. જે ઇન્જેક્શન આપતા પહેલા તપાસ કરશે. જે દર્દીને રોગપ્રતિકારક શકતી સારી હોય તેવા દર્દીની તપાસ થશે અને આપવા જરૂરી હોય તો જ આપવામાં આવશે.જરૂરી ન હોય તેવા દર્દીઓને રિએક્શન થાય છે. 50 લાખની દવા ટોસિલિઝુમેબ ખાનગી દવાખાનવાળાઓએ લીધી છે. કમિટી બનાવી આઈસીએમઆર હેઠળ ઇમ્યુનિટી ઓછી હોય તેવા દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવશે.ભારત સરકાર અને ગુજરાત સરકારની ગાઈડ લાઇન મુજબ દર્દીને ટોસિલિઝુમેબ આપવાની જરૂરિયાત હશે તો આપવામાં આવશે. માર્કેટમાં ટોસિલિઝુમેબ ઓછી સંખ્યામાં મળે છે.ટીબી,જેવી તકલીફ ન હોય તે માટે દર્દીને તપાસ કરવું જરૂરી છે.આવા દર્દીઓને ટોસિલિઝુમેબ આપવાથી આડ અસર થઈ શકે છે. પર્યાપ્ત માત્રામાં દવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

દવાનો ગેરઉપયોગ કરનાર સામે પગલાં લેવાશે
અમદાવાદના ખાસ ડોક્ટરોની સલાહ અને સૂચનાનું સુરતના ડોકટરોએ સારી રીતે લીધી છે.કોઈ પણ દવાનો સ્ટોકનો ગેરૂપયોગ કરતા હોય તેવા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે.રિપોર્ટના આધારે જ દર્દીને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવામાં આવશે.7 મીના રોજ સુરતને 300 જેટલા ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવામાં આવ્યા છે.

હીરાના કારખામાં વેન્ટિલેશન માટે સૂચન
જયંતિ રવિએ કહ્યું કે,માસ્ક પહેર્યા વગર કોઈ પણ વ્યક્તિ બહાર ન નીકળે તે જરૂરી છે. મોટી ઉંમરના લોકોને હાઇ સુગર છે તેવા લોકોએ બહાર ન નીકળવા માટે અપીલ કરાઈ છે. એસઓપી બનાવવામાં આવી છે.હીરા કારખાનાઓમાં વેન્ટીલેશનની વ્યવસ્થા કરવા સૂચન કરાયું છે. ડાયમંડના પેકેટની લેવડ દેવડ સમયે હાથ સેનિટાઈઈઝ કરવા સૂચના આપવામાં આવી છે. દર 20 વ્યક્તિ વચ્ચે એક ટ્રેનર રાખવામાં આવશે.

104 નંબર હેલ્પલાઈનને સારો પ્રતિસાદ
સુરતમાં વધતા કેસને ધ્યાનમાં રાખીને 104 હેલ્પલાઈન અને ધનવંતરી રથ શરૂ કરવામાં આવ્યા છે જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં થઈ રહેલી સારવાર ની કામગીરી માટે  લાઈવ સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરાઈ છે.જે લોકો નિયમોનું પાલન નહીં કરે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આજે નિયમોના ભંગ બદલ ચાર લાખના દંડની વસુલાત કરવામાં આવી છે. ખાસ ડાઈવ આજે ચલાવવામાં આવી છે. ડાયમંડ બંધ કરવાથી કેસોમાં ઘટાડો થયો છે.લોકો ચુસ્ત રીતે પાલન કરશે તો કેસોને વધતા રોકી શકાશે. લોકો નક્કી કરે તો કોરોના પોઝીટીવ કેસોમાં વધારો થતો રોકી શકાયકેસોમાં વધારો થવા પાછળ લોકોની બેજવાબદારી હોવાનું જયંતિ રવિએ વધુમાં ઉમેર્યું હતું.

હોમ આઈસોલેશનને સારો પ્રતિસાદ
ખાનગી ડોક્ટરો અને સોસાયટીના પ્રમુખ સાથે પણ દરરોજ મિટિંગ કરવામાં આવી રહી છે.આયુષ અને હોમિયોપેથીક દવાનું મોટા પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુતર કરાયું છે. રૂમમાં યોગ્ય વ્યવસ્થા હોય તો હોમ આઇસોલેશનની વ્યવસ્થા કરવામાં આવે ચે. હોમ આઇસોલેશન સુરતમાં માટે એક અનોખી સિદ્ધિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here