કોરોના અપડેટ ગુજરાત : કોરોના પોઝિટિવના વધુ 8 નવા કેસ સાથે રાજ્યમાં કુલ 82 કેસ થયા, તમામ કેસ અમદાવાદનાઃ જયંતિ રવિ

0
4
  • હોટસ્પોટ અમદાવાદમાં સૌથી વધુ 31 કેસ નોંધાયા
  • અંત્યોદય અને PHH રેશનકાર્ડ ધરાવતા 66 લાખ પરિવારોને લાભ મળશે
  • 25-25 લાભાર્થીને ફોનથી જાણ કરવામાં આવશે
  • રાશનકાર્ડ નહીં હોય તેમને 4 તારીખની અનાજ કીટ અપાશે
  • ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું વિનામૂલ્યે વિતરણ કરાશે

ગુજરાતમાં કોરોનાથી ચપેટમાં અત્યારસુધીમાં 82 લોકો આવ્યા છે. જેમાંથી 6 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે સારા સમાચાર એ પણ છેકે 6 દર્દીઓ સાજા થયા છે અને ઘરે પરત ફર્યા છે. દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે ગરીબ પરિવારો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. તેવામાં આજથી એટલેકે 1લી એપ્રિલથી રાજ્યભરમાં સવા ત્રણ કરોડ લોકોને મફતમાં અનાજ વિતરણ કરવામાં આવશે. તેમજ 4 એપ્રિલથી અન્ય રાજ્યમાંથી મજૂરી અર્થે આવતા શ્રમિકોને મફતમાં અનાજ આપવામાં આવશે.

ગુજરાત અપડેટ

દિલ્લીના નિઝામુદ્દીન ખાતેનાં કાર્યક્રમમાં ગયેલા તાંદલજાનાં 4 જણા ને હોમ કોરન્ટેન કરાયા
દિલ્લીના નિઝામુદ્દીન ખાતે અમદાવાદના 30 લોકો ગયા હતા. તમામ લોકોની પોલીસે ઓળખ કરી
રાજકોટમાં કોરોનાના વધુ 12 શંકાસ્પદ કેસ સામે આવ્યા, તમામના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાયા
દિલ્હીના નિઝામુદ્દીન ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરીને લઈ ગીર સોમનાથ પોલીસે તપાસ શરૂ કરી

Corona LIVE Update GUJARAT 1st apiril

આજથી ગરીબોને મફતમાં અનાજ કીટનું વિતરણ

રાજ્યના અંત્યોદય અને P.H.H રાશનકાર્ડ ધરાવતા 66 લાખ પરિવારોના 3.25 કરોડ લોકોને આજથી 17000 જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ અનાજ વિતરણ સુચારૂં અને સરળતાથી થઇ શકે તેમજ ભીડભાડ ન થાય તે માટે મુખ્યમંત્રીએ ગ્રામીણ વિસ્તારોમાં 4 લોકોની અને શહેરી ક્ષેત્રોમાં 3 લોકોની કમિટી બનાવવા સૂચન કર્યુ છે. ગ્રામીણ ક્ષેત્રોમાં શિક્ષક, તલાટી અથવા ગ્રામસેવક, ગૃહ રક્ષકદળ કે પોલીસ તેમજ સ્થાનિક અગ્રણીની આ કમિટી બનશે. શહેરી વિસ્તારોમાં શિક્ષક, સેવા સંગઠનના પ્રતિનિધિ અને પોલીસની કમિટી બનાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here