Monday, October 18, 2021
Homeઅમદાવાદ : તહેવાર ટાણે તસ્કરો બેફામ : નરોડામાં 24 કલાકમાં સ્નેચિંગના બે...
Array

અમદાવાદ : તહેવાર ટાણે તસ્કરો બેફામ : નરોડામાં 24 કલાકમાં સ્નેચિંગના બે બનાવો બન્યાં.

અમદાવાદમાં તહેવાર ટાણે જ તસ્કરો બેફામ બન્યાં છે. શહેરમાં ચોરી અને લૂંટના બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.તે છતાંય શહેરના નરોડા વિસ્તારમાં બેસતા વર્ષના દિવસે ચેન સ્નેચિંગના બે બનાવો બન્યાં છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે પરંતુ હજી સુધી ગુનો કરનારની કોઈ કડી મળી નથી.

છેલ્લા 24 કલાકમાં ચેન સ્નેચિંગના બે બનાવો

અમદાવાદના નરોડા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ચેન સ્નેચિંગના બે બનાવો બન્યાં છે. તહેવારોમાં લોકો પોતાના સ્વજનોને મળવા જતા હોય છે. ત્યારે નરોડા વિસ્તારમાં ભાઈના ઘરેથી પરત ફરી રહેલા એક બહેનના ગળામાંથી ચેન સ્નેચરો સોનાની ચેન ખેંચીને ફરાર થઈ ગયાં હતાં. ચેન સ્નેચરોએ મોઢા પર રૂમાલ બાંધ્યો હોવાથી તેમની ઓળખ થઈ શકી ન હતી. બીજા બનાવમાં નરોડામાં માછલી સર્કલ પાસેથી પસાર થઈ રહેલા પુરુષના ગળામાંથી 50 હજારની કિંમતનો સોનાનો દોરો ખેંચીને બાઈક સવાર ફરાર થઈ ગયો હતો. તહેવારના દિવસોમાં તસ્કરો બેફામ બનવાથી પોતાની કિંમતી વસ્તુઓ ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસે આ બંને ઘટનાઓમાં આરોપીઓને શોધવાનું શરુ કરી દીધું છે પણ હજી સુધી આરોપીઓની કડી નહીં મળતાં પોલીસ તેમને શોધવાના ફાંફાં મારી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments