અમદાવાદ : બોપલમાં 22 જગ્યાએ જ શાકભાજીની લારીઓ ઉભી રહેશે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી

0
9

Bopal Ghuma Municipality has decided to construct 46 lorries in 22 areas

 

અમદાવાદ. લોકડાઉન દરમ્યાન લોકો આવશ્યક ચીજ વસ્તુઓ લેવાના બહાને બહાર નીકળે છે. જેના કારણે લોકડાઉનનો કડક અમલ થતો નથી. જિલ્લા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી સવારે 7થી 11 સુધી જ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે બહાર નીકળી શકશે તેવા આદેશ બહાર પાડ્યા છે. લોકડાઉનમાં લોકો શાકભાજી લેવા રોડ પર ભીડ ન કરે તે માટે બોપલ ઘુમા નગરપાલિકા દ્વારા 22 વિસ્તારમાં 46 લારીઓ ઉભી રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. 22 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ જીગીષાબેન શાહે CN24NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકો ને સરળતાથી શાકભાજી મળે તે માટે અમે 46 લારીઓની જગ્યા નક્કી કરી છે. લોકોએ જાતે સમજીને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ. ઘુમા અને સાઉથ બોપલ માટે પણ આજે કેટલીક જગ્યાઓ નક્કી કરી ત્યાં લારીઓ ઉભી રાખવામા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here