ડિસેમ્બરનું છેલ્લું સપ્તાહ : આ સપ્તાહ ત્રણ મોટા વ્રત રહેશે : 31 ડિસેમ્બરથી માગશર મહિનાનો વદ પક્ષ શરૂ થશે.

0
14

હિંદુ કેલેન્ડરના ડિસેમ્બર મહિનાના છેલ્લાં દિવસોમાં ત્રણ મોટા વ્રત રહેશે. માગશર મહિનાના સુદ પક્ષના છેલ્લાં દિવસોમાં પૂનમ તિથિ વ્રત અને સ્નાન દાન કરવામાં આવશે. આ દિવસે ભગવાન દત્ત અને અન્નપૂર્ણા જયંતી પણ રહેશે. સપ્તાહની શરૂઆતના 3 દિવસ માગશર મહિનાનો સુદ પક્ષ રહેશે. તે પછી 31 ડિસેમ્બરથી માગશર મહિનાનો વદ પક્ષ શરૂ થઇ જશે. જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખૂબ જ ખાસ છે. આ દિવસોમાં સૂર્ય નક્ષત્ર બદલીને પૂર્વાષાઢામાં આવી જશે. ત્યાં જ સપ્તાહના છેલ્લાં દિવસે શુક્ર રાશિ બદલીને ધનમાં આવી જશે. સાથે જ, આ સપ્તાહ ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 6 દિવસ શુભ મુહૂર્ત રહેશે.

28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધીનું પંચાંગ

28 ડિસેમ્બર, સોમવાર – માગશર સુદ પક્ષ ચૌદશ

29 ડિસેમ્બર, મંગળવાર – માગશર સુદ પક્ષ, વ્રતની પૂનમ, દત્ત પૂર્ણિમા

30 ડિસેમ્બર, બુધવાર – માગશર સુદ પક્ષ, પૂર્ણિમા, સ્નાનદાન પૂનમ

31 ડિસેમ્બર, ગુરુવાર – માગશર વદ પક્ષ, એકમ

1 જાન્યુઆરી, શુક્રવાર – માગશર વદ પક્ષ, બીજ

2 જાન્યુઆરી, શનિવાર – માગશર વદ પક્ષ, ત્રીજ

3 જાન્યુઆરી, રવિવાર – માગશર વદ પક્ષ, ચોથ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ

28 ડિસેમ્બર, સોમવાર – રવિયોગ, સર્વાર્થસિદ્ધિ યોગ, અમૃતસિદ્ધિ યોગ

29 ડિસેમ્બર, મંગળવાર – રવિયોગ, સૂર્યનો પૂર્વાષાઢ નક્ષત્રમાં પ્રવેશ

30 ડિસેમ્બર, બુધવાર – વાહન ખરીદદારી મુહૂર્ત

31 ડિસેમ્બર, ગુરુવાર – સર્વાર્થસિદ્ધિ અને અમૃતયોગ

1 જાન્યુઆરી, શુક્રવાર – શુક્ર પુષ્ય, વાહન ખરીદદારી મુહૂર્ત

3 જાન્યુઆરી, રવિવાર – પ્રોપર્ટી ખરીદદારી મુહૂર્ત, શુક્રનું રાશિ પરિવર્તન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here