કોરોના ઈફેક્ટ : રેલવે સ્ટેશન પર થશે થર્મલ સ્ક્રિનિંગ, એરપોર્ટની જેમ 2થી 3 કલાક પહેલાં સ્ટેશન પર પહોંચવું પડશે

0
9

જબલપુર. લૉકડાઉન પછી ટ્રેનોનું સંચાલન શરૂ થશે, ત્યારે પ્રવાસીઓનું થર્મલ સ્ક્રીનિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ખાસ ખ્યાલ રખાશે. રેલવેએ તેનું રિહર્સલ પણ શરૂ કરી દીધું છે. મધ્ય પ્રદેશના જબલપુર સ્ટેશન પર મંગળવારે આરપીએફ અને જીઆરપીએ તેની મોક ડ્રીલ કરી હતી. રેલવેના ઉચ્ચ અધિકારીઓના કહેવા પ્રમાણે, શરૂઆતમાં સ્ટેશનો પર તમામ પ્રવાસીનું થર્મલ સ્ક્રીનિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા ઘણી કવાયત કરવી પડશે, જેમાં સમય જસે. એટલે અમે પ્રવાસીઓને ટ્રેનના નિયત સમયથી બે કલાક વહેલા આવવાનું પણ કહી શકીએ છીએ. અમે જબલપુર સ્ટેશન બહાર જવાનોને પ્રવાસીઓ બનાવીને આ ડ્રીલ કરી હતી. ત્યારપછી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવીને તેમનો સામાન સ્કેન કર્યો હતો.

એમિરેટ્સ પ્રવાસીઓના બ્લડ સેમ્પલના રેપિડ ટેસ્ટ કરનારી પહેલી એરલાઈન્સ 

દુબઈની એમિરેટ્સ એરલાઈન્સ વિમાનમાં સવાર થયા પહેલા પ્રવાસીઓને કોવિડ-19 માટે રેપિડ ટેસ્ટ કરાવનારી દુનિયાની પહેલી એરલાઈન્સ બની ગઈ છે. બુધવારે દુબઈથી રવાના થનારા પ્રવાસીઓના બ્લેડ સેમ્પલ લઈને 10 મિનિટનો રેપિડ ટેસ્ટ કરનારી તે પહેલી એરલાઈન્સ બની હતી. કોરોના વાઈરસ સંક્રમણને જોતા યુએઈએ તમામ કોમર્શિયલ ફ્લાઈટ બંધ કરી છે. જોકે, એમિરેટ્સે આ મહિનાની શરૂઆતમાં એ લોકો માટે ઓપરેશન શરૂ કર્યું હતું, જે દુબઈથી સ્વદેશ જવા માંગતા હતા. એરપોર્ટના ચેક ઈન એરિયામાં દુબઈના આરોગ્યકર્મીઓએ આ તપાસ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here