ટૂંક સમયમાં આ 10 ઇલેક્ટ્રિક કાર લોન્ચ થશે, સિંગલ ચાર્જમાં 470 કિમી સુધી ચાલશે, જુઓ તમારા બજેટમાં કઈ કાર આવે છે

0
0

ભારતીય માર્કેટમાં ઇલેક્ટ્રિક કારનો ક્રેઝ વધી રહ્યો છે. ભારતમાં પ્રદૂષણને લીધે લોકો હવે ઝીરો મિશન વ્હીકલ તરફ આકર્ષિત થઇ રહ્યા છે. જો કે, હજુ ભારતમાં ઇલેક્ટ્રિક કારના અમુક જ ઓપ્શન છે, પરંતુ લોકોના ઇન્ટરેસ્ટને જોઇને હવે કંપનીઓ ઈ-વ્હીકલ લોન્ચ કરવા પર વધારે ભાર આપી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે, આ વર્ષે ભારતમાં સસ્તી કિંમતથી લઇને પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર લોન્ચ થશે, જેની કિંમત 6 લાખ રૂપિયાથી લઇને 1 કરોડ રૂપિયા સુધીની હશે. તો જોઈએ કઈ-કઈ ઇલેક્ટ્રિક કાર આવનારા મહિનાઓમાં રસ્તા પર દોડતી દેખાશે…

1. મહિન્દ્રા-ફોર્ડ એસ્પાયર EV
અંદાજિત કિંમતઃ 6 લાખ રૂપિયાથી 7 લાખ રૂપિયા
અંદાજિત રેન્જઃ 150થી 200 કિમી

આ મહિન્દ્રા-ફોર્ડ પાર્ટનરશિપ પછી જાહેરાત કરેલી પ્રથમ પ્રોડક્ટ છે. આ ફોર્ડ એસ્પાયર પર બેઝ્ડ ઓલ ઇલેક્ટ્રિક વ્હીકલ છે. તે વર્ષના અંત સુધીમાં લોન્ચ થઇ શકે છે. પાર્ટનરશિપ હેઠળ ફોર્ડ મહિન્દ્રા ઇલેક્ટ્રિકને એન્જિન અને ટ્રાન્સમિશન વગરની બોડી આપશે. મહિન્દ્રા તેમાં પોતાની ઈન-હાઉસ ઇલેક્ટ્રિક પાવરટ્રેન લગાવશે. રિપોર્ટ પ્રમાણે, તેમાં 60 kWની મોટર અને 25kWhનું બેટરી પેક મળી શકે છે. તેમાં 150થી 200 કિમીની સ્પીડ અને 110kph સુધીની ટોપ સ્પીડ મળશે.

2. મહિન્દ્રા eKUV100
અંદાજિત કિંમતઃ 9 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા
અંદાજિત રેન્જઃ 140 કિમી

મહિન્દ્રાએ દિલ્હીમાં થયેલા ઓટો એક્સ્પોમાં આને શોકેસ કરી હતી. જો કે, તેનું પેટ્રોલ-ડીઝલ એન્જિન ઘણા સમયથી માર્કેટમાં હાજર છે, પરંતુ કંપની હવે ઇલેક્ટ્રિક કારના રૂપે લોન્ચ કરવાની તૈયારીમાં છે, રિપોર્ટ પ્રમાણે તેમાં 54 પીએસ સુધીનો પાવર અને 120 nm સુધીનો ટોર્ક મળતો રહેશે. તેમાં 15.9kWh બેટરી પેક અને ફાસ્ટ ચાર્જીંગ ઓપ્શન સાથે આવશે. ફાસ્ટ ચાર્જીંગની મદદથી એક કલાકમાં તેની બેટરી 80 ટકા સુધી ચાર્જ થઇ જશે .

3. મહિન્દ્રા eXUV300
અંદાજિત કિંમતઃ 18 લાખ રૂપિયા
અંદાજિત રેન્જઃ 450 કિમી

આને પણ કંપનીએ પ્રથમવાર ઓટો એક્સ્પો 2020માં શોકેસ કરી હતી. રિપોર્ટ પ્રમાણે, તે બે પ્રકારની બેટરી પેક સાથે આવશે. 40kWh સ્ટાન્ડર્ડ બેટરી પેકમાં 370 કિમી સુધીની રેન્જ મળશે જ્યારે લોંગ-રેન્જ 60kWh બેટરી પેકમાં 450 કિમી સુધીની રેન્જ મળશે. જો કે, કંપની તરફથી હજુ સુધી તેની કિંમત અને બેટરી પેકને લઈને કોઈ ઓફિશિયલ જાહેરાત થઇ નથી. માર્કેટમાં તેની ટક્કર ટાટા નેક્સન ઈવી સાથે થશે.

4.ફોક્સવેગન ID3
અંદાજિત કિંમતઃ 30 લાખ રૂપિયાથી 35 લાખ રૂપિયા
અંદાજિત રેન્જઃ 350 કિમી

હાલ આ ગ્લોબલ માર્કેટમાં અવેલેબલ છે અને કંપની તેને ભારતીય માર્કેટમાં લાવવાની તૈયારી કરી રહી છે. તે ઇલેક્ટ્રિક સેડાન હશે. બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ પ્રમાણે, તેમાં ભારતીય વર્ઝનમાં 45kWh બેટરી હશે તે ફુલ ચાર્જ પછી 350 કિમી સુધીની રેન્જ આપશે. આ વાતની પુષ્ટિ કંપનીની ઓફિશિયલ જાહેરાત પછી જ થશે.

5. નિસાન લીફ
અંદાજિત કિંમતઃ 35 થી 40 લાખ રૂપિયા
અંદાજિત રેન્જઃ 400 કિમી

નિસાન ગ્લોબલ માર્કેટમાં હાજર આ પ્રકારની કાર ભારતના માર્કેટમાં ઉતારવાની તૈયારીમાં છે. રિપોર્ટ પ્રમાણે, કંપની નેક્સ્ટ-જનરેશન-ઓલ-350 લીફ માર્કેટમાં લોન્ચ કરશે, તેમાં ઘણા ફીચર મળશે, તેમાંથી એક પ્રો-પાઈલટ ઓટોનોમસ ડ્રાઈવિંગ ફીચર છે. કાર અલ્ટ્રાસોનિક સેન્સર્સ અને કેમેરાથી લેસ હશે. તેમાં 150 PSનો પાવર મળશે. કાર 40kWh બેટરી પેકથી સજ્જ હશે.

6. વોલ્વો XC40
અંદાજિત કિંમતઃ 35 લાખથી 40 લાખ રૂપિયા
અંદાજિત રેન્જઃ 400 કિમી

વોલ્વો પણ તેની ઓલ-ઇલેક્ટ્રિક SUV XC40 ઇન્ડિયામાં લોન્ચ કરવાની તૈયારીમાંછે. આ કારને વર્ષ 2021માં માર્કેટમાં ઉતારવામાં આવશે. આ કંપનીનું ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક મોડેલ છે. રિપોર્ટ્સમાં જણાવ્યાનુસાર, તેમાં ટ્વીન મોટર સેટઅપ મળશે, જે કુલ 408hp પાવર જનરેટ કરશે. તેમાં કલાક દીઠ 180 કિમીની ઝડપ મળશે અને તેને કલાક દીઠ 0થી 100 કિમીની ઝડપે પહોંચવામાં ફક્ત 4.9 સેકંડનો જ સમય લાગશે. આ કારમાં 78kWh બેટરી પેક આપવામાં આવશે. કંપનીનો દાવો છે કે, આ કાર ફુલ ચાર્જમાં 400 કિમી સુધી ચાલશે.

7. જગુઆર I-Pace
અંદાજિત કિંમતઃ 1 કરોડ રૂપિયા
અંદાજિત રેન્જઃ 470 કિમી

આ કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કાર છે. આ પ્રીમિયમ હેચબેક છે. ઓફિશિયલ સાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, તેમાં 90kWh બેટરી અને 400PS સુધીનો પાવર મળશે. તેના આટલા પાવરથી અનુમાન લગાવી શકાય કે તેને કલાક દીઠ 0થી 100 કિમીની ઝડપ પકડવામાં 4.8 સેકંડનો સમય લાગી શકે છે. ફુલ ચાર્જમાં આ કાર 470 કિમી સુધી ચાલશે. તેમજ, રિપોર્ટ્સ પ્રમાણે, તેમાં 320 kmphની ટોપ સ્પીડ મળશે અને બેટરીને 80% સુધી ચાર્જ થવામાં 10 કલાકનો સમય લાગશે.

8. BMW i3
અંદાજિત કિંમત: 1 કરોડ રૂપિયા
અંદાજિત રેન્જ: 150થી 250 કિમી

BMW i3 પણ થોડા સમય બાદ ભારતના રસ્તાઓ પર દોડતી જોવા મળી શકે છે. કંપની ડેલી યુઝ માટે કોમ્પેક્ટ સિડેન તરીકે તેને લોન્ચ કરી રહી છે. અત્યારે આ કાર ગ્લોબલ માર્કેટમાં અવેલેબલ છે. રિપોર્ટ્સમાં જણાવ્યાનુસાર, તેમાં 42 kWhની હાઇ કેપેસિટી બેટરી મળશે, જેને ચાર્જ થવામાં 6 કલાકનો સમય લાગે છે. રિપોર્ટ્સમાં જણાવ્યાનુસાર, તેમાં 150 kmphની ટોપ સ્પીડ મળશે.

9. પોર્શે ટાઇકાન (Taycan)
અંદાજિત કિંમત: 1 કરોડ રૂપિયા +
અંદાજિત રેન્જ: 333થી 400 કિમી

પોર્શે પણ તેની આ ફાસ્ટ સ્પીડ ઇલેક્ટ્રિક કાર ભારતમાં લોન્ચ કરી શકે છે. ખાસ વાત એ છે કે તેમાં 761PS પાવર મળશે. સાઇટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ, તેને કલાક દીઠ 0થી 100 કિમીની સ્પીડ પકડવામાં ફક્ત 2.8 સેકંડનો સમય લાગે છે. આ કાર ફક્ત 5 મિનિટના ચાર્જિંગમાં 100 કિમી સુધી ચાલી શકે છે.

10. ઓડી e-tron
અંદાજિત કિંમતઃ 90 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા
અંદાજિત રેન્જઃ 350થી 400 કિમી

આ ઓડીની પહેલી ઇલેક્ટ્રિક કાર છે. તેને આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. અત્યારે આ કાર ગ્લોબલ માર્કેટમાં વેચાણ માટે અવેલેબલ છે. રિપોર્ટ્સમાં જણાવ્યાનુસાર, કારના ફ્રંટ વ્હીલ્સમાં 125kWની મોટર અને રિઅર વ્હીલ્સમાં 140kWની મોટર મળશે, જે કુલ 355hp પાવર જનરેટ કરે છે. તેમાં 200 kmphની ટોપ સ્પીડ મળશે. 10 મિનિટના ચાર્જિંગમાં આ કાર 100 કિમી સુધી ચાલી શકે છે.

જો તમારે રાહ જોવી નથી તો, માર્કેટમાં હાલ આ ઇલેક્ટ્રિક કાર અવેલેબલ છે

MG ZS EV 19.88 લાખ રૂપિયા 340 કિમી
ટાટા નેક્સન EV 13.99 લાખ રૂપિયા 312 કિમી
હ્યુન્ડાઈ કોના 23.75 લાખ રૂપિયા 452 કિમી
ટિગોર EV 9.54 લાખ રૂપિયા 142 કિમી
મહિન્દ્રા eVerito 9.12 લાખ રૂપિયા 181 કિમી

નોટ: કિંમત અને રેન્જ અંદાજિત છે, વાહન લોન્ચ થવા પર તેમાં ફેરફાર હોઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here