આ 2 સંકેત બતાવી રહ્યા છે કે તમારો પાર્ટનર તમારી સાથે વિશ્વાસઘાત કરી રહ્યો છે, સતર્ક રહો

0
12

કોઈપણ સંબધમાં વિશ્વાસઘાત સહન કરી શકાતી નથી. જુઠ્ઠાણાનાં કારણે સંબધો વણસી જવાની સાથે તૂટી પણ જાય છે. અને બન્નેનો વિશ્વાસ પણ પૂરો થાય છે. ભલે તમે પ્રેમ, લગ્ન, દોસ્તી કોઈપણ સંબધમાં હોય પણ ધોખો એક એવી વસ્તું છે જેના કારણે તમારી આખી જીંદગી બરબાદ થઈ જાય છે. એક વખત વિશ્વાસઘાત મળ્યા પછી મનષ્ય જલ્દી કોઈના પર વિશ્વાસ કરતો નથી. ઘણી વખત વિશ્વાસઘાતનાં કારણે સ્ત્રી અને પુરુષ અંધકાર માં જતા રહે છે.

મોટે ભાગે જ્યારે આપણી સાથે વિશ્વાસઘાત થાય ત઼્યારે આપણે શું કરવું તે સમજી શકતા નથી. આવી સ્થિતિમાં, કેટલીકવાર આપણે પોતાને નુકસાન પહોંચાડવાનું શરૂ કરીએ છીએ. આ એવી પરિસ્થિતિ હોય છે કે જ્યારે આપણે હતાશામાં ગરકાવ થઈ જઈ એ છીએ.ભાવનાત્મક રીતે નબળા બની જઈએ છીએ. ત્યારે આવી સ્થિતિમાં અમે તમને તે બે સંકેતો જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે જાણી શકશો કે તમારો સાથી તમારી સાથે ક્યાંક વિશ્વાસઘાતતો નથી કરી રહ્યોને.

ખાસ રીતે તમને ઘણા સંકેતો દ્રારા આ બાબતની જાણ કરી શકો છો કે તમારો પાર્ટનર તમને ચિટીંગતો નથી કરી રહ્યોને. પરતુ ખાસ રીતે જો અચાનાક તમારા પાર્ટનરનાં વ્યવહારમાં પરિવર્તન આવે અને તેની સમગ્ર દિનચર્યા જ બદલાઈ જાય તો તમારે તેના પર શંકા કરવી જરૂરી છે. આ સિવાય તમારો પાર્ટનર અચાનક તમારામાં રસ ઓછો દાખવે અને પોતાનામાં પર વધારે ધ્યાન આપે તો હોઈ શકે કે તમારા સિવાય તેની જીંદગીમાં અન્ય કોઈ છે.

જો તમારા પાર્ટનર ફોન પર વધારે સમય પસાર કરે અને તમને ફોનને અડવા પણ ના દે તો સમજી શકાય છે કે તે તમારાથી કંઈક છૂપાડી રહ્યા છે., જોકે કોઈપણ સંબધમાં વ્યક્તિગત સ્પેસ જરૂરી છે. પરંતુ શંકા કરવી જરૂરી છે. પોતાની સ્ટાઈલમાં, લુકમાં, વ્યવહારમાં ફેરફાર કરેતો સમજી લેવું જરૂરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here