રિલેશનશિપને બોરિંગ બનાવી દે છે આ 5 વાતો, સંબંધમાં આ રીતે લાવો નવી સુગંધ

0
3

પતિ-પત્નિ જ નહી, ઘણી વખત ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડની વચ્ચે પણ ઉબકા જેવી ફીલિંગ આવવા લાગે છે. એક બીજા સાથે રહીને સારુ મહેસુસ નથી થતુ અને રિલેશનશિપથી એક્સાઈટમેન્ટ ધીરે-ધીરે ગાયબ થઈ જાય છે. રિલેશનશિપ માં આવતી આ બોરિંગનેસનુ કારણ અમે ખુદ જ હોઈ છે. જાણ્યે-અજાણ્યે અમે ઘણી વખત ભૂલ કરી બેસીએ છીએ, જે આપણા રિલેશનને કમજોર પણ બનાવે છે અને એક-બીજા સાથે દૂરી વધારવાનુ પણ કામ કરે છે. જો તમે પણ આ 5 માંથી કોઈપણ ભૂલ કરી રહ્યા છો તો, તમારે સાવધાન થઈ જવાની જરૂરિયાત છે.

‘હેલ્દી રિલેશનશિપ’ માટે ક્યારેય ન કરો આ 5 ભૂલ

જવાબદારીઓથી દબાયેલુ રહેવુ

જવાબદારીઓ ઉઠાવવી સારી વાત છે, પરંતુ જવાબદારી ઉઠાવતા તમારે તમારા રિલેશનશિપ પર પણ ફોકસ કરવુ પડશે. જો તમે તમારી જવાબદારીઓમાં હંમેશા ખોવાયેલા રહો છો તો નક્કી છે કે, તમારુ રિલેશન પાર્ટનર સાથે સરખુ રહેશે નહી. એખ-બીજાની વચ્ચે અંતર અને બોરિંગનેસનુ મોટુ કારણ તમારુ પાર્ટનરને સમય ન આપવુ છે. જે માટે તમારે સંબંધમાં નવીનતા લાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને પોતાના પાર્ટનર સાથે એક ક્વોલિટિ સમય પસાર કરવો જોઈએ.

પર્સનલ સ્પેસ ન આપવી

કોઈપણ વ્યક્તિની લાઈફમાં વધુ પડતી દખલગીરી પણ સાચી હોતી નથી. પછી ભલે તે સંબંધ પતિ-પત્નીનો કે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો હોય. એખ-બીજાને સ્પેસ આપવી ખૂબ જ જરૂરી છેબંનેની પોત-પોતાની અલગ-અલગ જરૂરિયાત હોય છે અલગ-અલગ પરિવારની સાથે સમય પસાર કરવોનુ મન થાય છે અને ઘણી વખત પર્સનલ કારણ પણ હોય છે. એવામાં ક્યારેય પણ કોઈની પણ આઝાદી પર રોક ન લગાવો. એખ-બીજાને સ્પેસ આપવાથઈ રિલેશનશિપમાં હંમેશ તાજગી બની રહે છે.

પ્રેમને જાહેર ન કરવો

તમે તમારા પાર્ટનરને પ્રેમ કરો છો, પરંતુ તેને એક્સપ્રેસ નથી કરતા તો એક સમય બાદ તમારુ પાર્ટનર તમારાથી બોરિંગ થઈ જશે. તમારુ રોમાંટિક ન હોવુ પણ સંબંધમાં બોરિંગનેસ લાવે છે. પોતાની ફીલિંગને દબાવી રાખવી અથવા જાહેર ન કરવી સાચુ નથી. તેથી ખુદને એક્સપ્રેસિવ બનાવો. રિલેશનશિપમાં એક-બીજાની સાથે છેડછાડ અને પ્રેમભરી વાતોનુ કરવુ ખૂબ જ જરૂરી હોય છે.

ફિજિકલ રિલેશનશિપ સુધી સિમિત રહેવુ

ઘણાખરા પતિ-પત્નિ અને લવર્સની વચ્ચે સંબંધ એટલા માટે ઉબકાભર્યો હોય છે કારણ કે, સંબંધ એક સમય બાદ આવીને માત્ર ફિજિકલ રિલેશનશિપ પર રોકાઈ જાય છે. આ સંબંધમાં બોરિંગનેસનુ મોટુ કારણ હોય છે. સેક્સ લાઈફને રોમાંચક બનાવી રાખવા માટે જરૂરી હોય છે કે, તમારી વચ્ચે ફોર પ્લે, ડર્ટી ટોક જેવી વસ્તુ હંમેશા જીવંત રહે.

હંમેશાં ગંભીર બની રહેવુ

ગંભીરતા સારી છે, પરંતુ ઘણી વખત આ ગંભીરતા તમારા સંબંધમાં બોરિંગનેસ પણ લાવી દે છે. જો તમે લાઈટ મૂડમાં નહી રહો તો રિલેશનમાં તણાવ વધશે અને ધીરે-ધીરે અંતર પણ વધશે. તેથી ઘરમાં ખુશીનો માહોલ બનાવી રાખવા માટે પતિ-પત્ની વચ્ચે મેત્રીપૂર્ણ સંબંધ હોવો જોઈએ. હંસી-મજાક ચાલતી રહેવી જોઈએ. જો તમારા સંબંધમાં આવી બોરિંગનેસ નજર આવી રહી છે તો, તમારો સ્વભાવ બદલો અને સંબંધમાં નવીનતા લાવવાનો પ્રયાસ કરો.