Tuesday, October 26, 2021
Homeહાડકાને સખત નુકસાન પહોંચાડે છે આ 7 વસ્તુઓ : જાણી લો નહીંતર...
Array

હાડકાને સખત નુકસાન પહોંચાડે છે આ 7 વસ્તુઓ : જાણી લો નહીંતર નાની ઉંમરે થવા લાગશે પરેશાની.

  • હાડકાંઓને પોલાં અને નબળાં બનાવી દે છે આ વસ્તુઓ
  • આ વસ્તુઓ ખાશો તો હાડકાંઓને થશે સખત નુકસાન
  • હાડકા મજબૂત રાખવા માટે ડાયટ પર આપો ધ્યાન

આપણી બદલાતી લાઈફસ્ટાઈલને કારણે આપણા સ્વાસ્થ્યની સાથે સાથે હાડકા પર પણ ખરાબ અસર પડી છે. સાથે જ કેટલીક વસ્તુઓ ખાવાથી હાડકાંઓને સખત નુકસાન થાય છે. ચાલો જાણીએ.

આજકાલ નાની ઉંમરમાં જ સાંધાઓમાં દુખાવો થવાની ફરિયાદ જોવા મળે છે. જેનું કારણ ઘરમાં જ રહેલી એવી ફૂ઼ડ આઈટમ્સ છે જેનું સેવન હાડકાંઓમાંથી કેલ્શિયમ ખતમ કરીને હાડકાંઓને પોલા કરી શકે છે. જે રીતે મજબૂત મકાન બનાવવા માટે મજબૂત પાયો જરૂરી છે તે જ રીતે સ્વસ્થ શરીર માટે હાડકાંઓ મજબૂત હોવા જરૂરી છે. પણ તમારા ખાનપાનમાં સામેલ આ 5 વસ્તુઓ તમારા હાડકાંને બહુ જ નુકસાન પહોંચાડી શકે છે. જેના વિશે અમે જણાવી રહ્યાં છીએ.

કોલ્ડ ડ્રિંકસ

કોલ્ડ ડ્રિંક્સ સ્વાસ્થ્ય માટે કેટલીક નુકસાનકારક છે એ વાત મોટાભાગના લોકો જાણતા જ હશે, તેમ છતાં લોકો કોલ્ડ ડ્રિંક્સ પીવે છે. એમાંય ઉનાળામાં લોકો વધુ પ્રમાણમાં કોલ્ડ ડ્રિંક્સ પીતાં હોય છે. પણ તમને જણાવી દઈએ કે તેમાં કાર્બન ડાઈ ઓક્સાઈડ અને ફોસ્ફરસ હોય છે. જે હાડકાંઓને પોલા બનાવે છે. સાથે જ તેમાં રહેલું પ્રિઝર્વેટિવ પણ હાડકાંઓને નુકસાન પહોંચાડે છે.

રિફાઈન્ડ ઓઈલ

રિફાઈન્ડ ઓઈલનો લાંબો સમય ઉપયોગ કરતા હાડકાને નુકસાન થાય છે. અનેક રિસર્ચમાં જોવા મળ્યું છે કે જે લોકો લાંબા સમય સુધી તેનું સેવન કરે છે તેમને ઘૂંટણ અને અન્ય સાંધાના દુ:ખાવા થાય છે. રિફાઈન્ડ તેલનો ઉપયોગ નુકસાનકારક છે કારણ કે રિફાઈનિંગની પ્રક્રિયામાં તેલને ખુબ વધારે તાપમાન પર ગરમ કરવામાં આવે છે. જેના કારણે તેમાંછી ઝેરી તત્વો પણ પેદા થાય છે.

ચોકલેટ

નાના હોય કે મોટાં અત્યારે બધાંને ચોકલેટ ખાવી પસંદ છે. પણ શું તમે જાણો છો કે વધુ પ્રમાણમાં ચોકલેટ ખાવી તમારા હાડકાંઓ માટે નુકસાનકારક છે. તેને ખાવાથી બોડીમાં શુગર અને ઓક્સલેટની માત્રા વધી જાય છે, જેનાથી બોડીમાં કેલ્શિયમ એબ્સોર્બ થવામાં પરેશાની થાય છે.

લાંબો સમય બેસી રહેવાથી

લાંબો સમય ટીવી સામે બેસી રહેવાથી હાડકાને નુકસાન પહોંચી શકે છે. તમે લાંબો સમય એક જ જગ્યાએ બેસી રહો તો તમારા શરીરમાં વધુ મૂવમેન્ટ નથી થતી જેની ખરાબ અસર હાડકા પર પડે છે.

આલ્કોહોલ

આલ્કોહોલ પીવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન તો થાય જ છે, સાથે જ તેનાથી હાડકાંઓને પણ બહુ જ નુકસાન પહોંચે છે અને હાડકાં નબળાં અને પોલા થવા લાગે છે. જેથી લાંબા સમય સુધી હાડકાંઓ સારા રાખવા હોય તો આલ્કોહોલથી દૂર જ રહેવું.

મીઠું

ભોજનમાં મીઠું ન નાખીએ તો ભોજનમાં કોઈ જ સ્વાદ લાગતો નથી, પણ જો વધુ પ્રમાણમાં મીઠું ખાવામાં આવે તો તેનાથી શરીરને ઘણાં નુકસાન પણ થઈ શકે છે. તેમાંથી જ એક છે હાડકાંઓમાં નબળાઈ. મીઠાંમાં સોડિયમ હોય છે. જે શરીરમાં જઈને કેલ્શિયમને યૂરિન વાટે શરીરમાંથી બહાર કાઢી દે છે.

કોફી

જો વધુ પ્રમાણમાં ચા અને કોફી પીવામાં આવે તો તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ સિવાય ચા અને કોફીમાં રહેલું કેફીન હાડકાંઓના સ્વાસ્થ્ય માટે સારું નથી, તેનાથી હાડકાં નબળાં થવાનો ખતરો રહે છે. જેથી વધુ પ્રમાણમાં કોફી પીતાં લોકોએ ચેતી જવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments