બોલીવુડના આ છે ટોપ ગીતો, જેને સરોજ ખાને કર્યા છે કોરિયોગ્રાફ

0
4

બોલીવુડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું મુંબઈ ખાતે નિધન થયું છે. 71 વર્ષીય સરોજ ખાનને ગુરુ નાનક હોસ્પિટલમાં શ્વાસ લેવાની તકલીફને લીધે 20 જૂને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં, તેમની તબિયત સુધારા પર હતી. જલ્દી જ તેમને ડિસ્ચાર્જ પણ કરવામાં આવવાના હતા, પરંતુ, અચાનક મોડી રાત્રે લગભગ 1.52 કલાકે તેમની તબિયત ખરાબ થઇ હતી જેમાં તેમનું આખરે નિધન થયું હતું. હોસ્પિટલમાં દાખલ કરતા પહેલા તેમનો કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો.

 

સરોજ ખન્ના નિધનથી ઇન્ડસ્ટ્રીને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. 1948માં 22 નવેમ્બરના રોજ તેમનો જન્મ થયો હતો. સરોજ ખાન બોલીવુડનું એક એવું નામ છે જેન સૌ કોઈ જાણે છે અને તેમના કામની પ્રશંસા પણ કરે છે, સરોજ ખાને પોતાના કેરિયર દરમ્યાન અંકે પ્રચલિત ગીતોમાં કોરિયોગ્રાફી કરી છે. જોઈએ બોલીવુડના એવા ટોપ 10 ગીતો વિષે જેન સરોજ ખાને કોરિયોગ્રાફ કર્યા છે.

 

 

માધુરી દીક્ષિતના ઘણા ગીતોમાં સરોજ ખાને કોરિયોગ્રાફી કરી છે, તેમાં વર્ષ 1988માં આવેલ ફિલ્મ તેજાબના ગીત ‘એક દો તીન ચાર….’ ઘણું જ ફેમસ થયું હતું. અનિલ કપૂર શ્રી દેવીની સફળ ફિલ્મો માની એક ફિલ્મ મી.ઇન્ડિયાના ગીત ‘કાંટે નહિ કટતે’ ગીતમાં પણ સરોજ ખાને કોરિયોગ્રાફી કરી હતી. તેને પણ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું.

 

 

ફિલ્મ થાનેદારના ગીત ‘તમ્મા તમ્મા’ ઘણું ફેમસ થયું હતું. આ ગીત સરોજ ખાને કોરિયોગ્રાફ કર્યું હતું. શ્રીદેવીની ફિલ્મ ચાંદનીના ગીત ટાઇટલ સોન્ગ ‘ચાંદની ઓ મેરી ચાંદની’માં પણ સરોજ ખાનની કોરિયોગ્રાફીના ખાસ્સા વખાણ થયા હતા. અને ગીત પણ ઘણું પ્રચલિત થયું હતું. આ ફિલ્મ અને ગીતથી શ્રીદેવીને નવી ઓળખ મળી હતી.

 

 

શાહરુખ ખાન અને કાજોલ અભિનીત ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે આજે પણ લોકોની ગમતી ફિલ્મ છે. આ ફિલ્મના સોન્ગ ‘જરા સ ઝૂમ લૂ મેં’ આજે પણ લોકોને યાદ છે. આ ગીતમાં સરોજ ખાને પોતાની કળા દર્શાવી હતી.

 

વર્ષ 1991માં આવેલ ફિલ્મ બેટા તો સૌને યાદ જ છે. આ જ ફિલ્મના ગીત ‘ધક ધક કરને લાગે’થી માધુરી દીક્ષિતને ધક ધક ગર્લનું બિરુદ મળ્યું હતું. આ ગીતની કોરિયોગ્રાફી પણ સરોજ ખાને કરી હતી. આ ફિલ્મ અને ગીતમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની અદભુત કેમિસ્ટ્રી જોવા મળી હતી.

 

 

સંજય લીલા ભણસાલીની શાહરુખ ખાન, માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાય અભિનીત ફિલ્મ દેવદાસ એક બેનમૂન ફિલ્મ માનવામાં આવે છે. ફિલ્મમાં શાહરૂખના અભિનયના જેટલા વખાણ થયા હતા તેટલી જ ચર્ચા તેના ગીતો અને ગીતોમાં સરોજ ખાનની કોરિયોગ્રાફીની થઇ હતી. આ ફિલ્મના ગીત ‘માર ડાલા’માં માધુરી દીક્ષિતે અદભુત ડાન્સ રજુ કર્યો હતો જેની કોરીઓગ્રાફી સરોજ ખાને કરી હતી.

 

 

તો આજ ફિલ્મ દેવદાસના અન્ય એક ગીત ‘ડોલા રે ડોલા’ જેમાં માધુરી દીક્ષિત અને બચ્ચન બહુ ઐશ્વર્યા રાય એક સાથે જોવા મળ્યા હતા તે ગીતને પણ સરોજ ખાન દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યો હતો.

‘ગુરુ’ નું આઇકોનિક ગીત ‘બારસો રે મેઘા’

 

 

 

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે – મહેંદી લગા કે રખના

 

 

કાલંક ફિલ્મમાં માધુરી પર ફિલ્માવેલ, ‘તબાહ હો ગયે હમ’