રોગપ્રતિકારક શક્તિ વધારે છે આ આયુર્વેદિક દવાઓ

0
52

કોરોનાના કેસ જે વિસ્તારોમાં વધારે નોંધાયા છે તેવા વિસ્તારોના લોકો તેમજ એક્ટિવ દર્દીના સંપર્કમાં એક યા બીજી રીતે આવેલા લોકોને આરોગ્ય વિભાગ કોરોન્ટાઈન કરે છે. આ કોરોન્ટાઈન કરાયેલા લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર તેમને આ દવાઓ આપવામાં આવે છે.

આ દવાઓનું આયુર્વેદમાં ખાસ મહત્વ દર્શાવવામાં આવેલું છે. આ દવાઓ રોગપ્રતિકારક શક્તિને વધારે છે તેથી તેનો પ્રયોગ આયુષ મંત્રાલય પણ કરી રહ્યું છે. આ દવા નીચે દર્શાવ્યાનુસાર રોગ પ્રતિકારક શક્તિ વધારવા આપવામાં આવે છે.

સંશમની વટીની 2-2 ગોળીઓ દિવસમાં બે વખત સાત દિવસ સુધી
દશમૂલ ક્વાથ, પથ્યાદિ ક્વાથ 40 એમ એલ દિવસમાં 2 વાર 7 દિવસ સુધી
ત્રિકટુ ચુર્ણ 2 ગ્રામ એ પણ દિવસમાં 2 વાર 7 દિવસ સુધી.

આ ઉપરાંત એક દવા છે હોમીયોપેથીમાં જેનું નામ છે આર્સેનિકમ આલ્બમ 30 પોટેન્સી જેની 4 ગોળી દિવસમાં 2-2 વખત ચાર દિવસ સુધી આપવામાં આવે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here