રોકાણ : યસ અને DCB બેંક સહિતની આ બેંકો ટેક્સ સેવિંગ FD પર સૌથી વધુ વ્યાજ ચૂકવે છે, સારા રિટર્નની સાથે ટેક્સ છૂટનો લાભ મળશે

0
7

ટેક્સ સેવિંગ માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સારો ઓપ્શન છે. 5 વર્ષની FDમાં રોકાણ કરવા પર આવકવેરા કાયદાની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટનો લાભ મેળવી શકો છો. જો તમે તમારા પૈસા ક્યાંક એવી જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો અમે તમને કેટલીક બેંકો વિશે જણાવી રહ્યા છે, જ્યાં રોકાણ કરવા પર તમને ટેક્સ સેવિંગ FD પર સારું એવું વ્યાજ મળે છે.

યસ બેંક
આ બેંક ટેક્સ-સેવિંગ FD પર વરિષ્ઠ નાગરિકોને 7.25% વ્યાજ આપે છે. આ બેંકમાં 5 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરવા પર તમને 141,901 રૂપિયા મળશે.

DCB બેંક
અહીં ટેક્સ સેવિંગ FD પર વરિષ્ઠ નાગરિકોને 6.95 ટકા વ્યાજ મળે છે. એટલે કે જો તમે આ બેંકમાં 5 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 139,927 રૂપિયા મળશે.
IDFC ફર્સ્ટ બેંક
અહીં ટેક્સ સેવિંગ FD પર વરિષ્ઠ નાગરિકોને 7.25% વ્યાજ મળે છે. એટલે જો તમે આ બેંકમાં 5 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 141,901 રૂપિયા મળશે.

ઈન્ડસઇન્ડ બેંક
તેમાં પણ 5 વર્ષની FD પર 7.25% વ્યાજ મળે છે. એટલે જો તમે આ બેંકમાં 5 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 138,624 રૂપિયા મળશે.

RBL બેંક
આ બેંક પણ ટેક્સ-સેવિંગ FD પર 6.75% વ્યાદ આપે છે. આ બેંકમાં 5 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરવા પર તમને 138,624 રૂપિયા મળશે.

પોસ્ટ ઓફિસ
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં ટેક્સ સેવિંગ FD પર 6.7% વ્યાજ મળી રહ્યું છે. એટલે તમે આ બેંકમાં 5 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 138,299 રૂપિયા મળશે.

શું છે સેક્શન 80C?
આવકવેરા અધિનિયમની કલમ 80C હકીકતમાં ઈન્કમ ટેક્સ કાયદો, 1961નો ભાગ છે. તેમાં રોકાણ માધ્યમોનો ઉલ્લેખ છે, જેમાં રોકાણ કરીને આવકવેરામાં છૂટનો દાવો કરી શકાય છે. ઘણા લોકો નાણાકીય વર્ષના અંત પહેલા ટેક્સ બચાવવા માટે રોકાણ કરવાનું શરૂ કરે છે.