ઓટો એડવાઈઝ : આ લાઈટ્સ કારના ઈન્ટીરિયરને પ્રીમિયમ લુક આપે છે, 500 રૂપિયાથી ઓછા ખર્ચમાં મર્સિડીઝ અને BMW જેવો અનુભવ થશે

0
20

શોખ મોટી વસ્તુ છે, આ વાત એ લોકો માટે છે જેઓ પોતાની કારને સુંદર બનાવવા માટે કોઈ પણ મોટી રકમ ખર્ચવા માટે પીછેહઠ કરતા નથી, પરંતુ આજે અમે તમારા માટે એવા ગેજેટ્સ લઈને આવ્યા છે. જે કારની સુંદરતા પણ વધારશે અને વધારે રૂપિયા ખર્ચવાની પણ જરૂર નહિ પડે. સ્ટાર લાઈટ અને એમ્બિઅન્ટ લાઈટને એટમોસ્ફિયર લાઈટ પણ કહેવાય છે. સમાન્ય રીતે એમ્બિઅન્ટ લાઈટ સસ્તી કારમાં ઓછી જોવા મળે છે. આ લાઈટ મર્સિડીઝ, BMW અને રોલ્સ રોયસ જેવી લક્ઝરી કારમાં ચોક્કસ જોવા મળશે, પરંતુ હવે તમે સસ્તી કારમાં પણ લક્ઝરી કાર જેવો અનુભવ લઇ શકો છો. તો જાણીએ એમ્બિઅન્ટ લાઈટ વિશે…

વાયર એમ્બિઅન્ટ લાઈટ
(વાયર એમ્બિઅન્ટ લાઈટ)

 

કેટલા પ્રકારની એમ્બિઅન્ટ લાઈટ હોય છે

1. અન્ડર ડેશબોર્ડ LED: તેને અન્ડર ડેશબોર્ડ અને સીટ્સની નીચે યુઝ કરવામાં આવે છે.
2.વાયર એમ્બિઅન્ટ લાઈટ: તે ડેશબોર્ડ, ડોર્સ સહિત ઘણી જગ્યાએ કરી શકાય છે.
3. સ્ટાર લાઈટ: તે રૂફ પર રિફ્લેકશન આપે છે, જેમાં તારા જેવો અનુભવ થાય છે.

સ્ટાર એમ્બિઅન્ટ લાઈટ
(સ્ટાર એમ્બિઅન્ટ લાઈટ)

 

કોઈ પણ કારમાં ઉપયોગ કરી શકો છો, ઘરે જ ઇન્સ્ટોલેશન કરી શકો છો

એમ્બિઅન્ટ લાઈટને કાર મેકર કંપનીઓ ઈન્ટીરિયર ડેકોરેશન માટે કરવામાં આવે છે. લક્ઝરી કારમાં આ લાઈટ સુંદરતા વધારે છે. જો તમારી પાસે સસ્તી કાર છે તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, તમે પણ કારમાં એમ્બિઅન્ટ લાઈટ્સ લગાવી શકો છો. અલગ-અલગ જગ્યા પર વાપરવા માટે અલગ -અલગ એમ્બિઅન્ટ લાઈટ્સ આવે છે. સીટ્સ અને લેગ રૂમમાં ઉપયોગ કરવો હોય તો એલઈડી સ્ટ્રીપ આવે છે. ડેશબોર્ડ પર, કારના દરવાજા પર અને ટેલગેટ પર વાપરવા માટે વાયર એમ્બિઅન્ટ લાઈટ્સ આવે છે. તેને તમારી પસંદ પ્રમાણે શેપ આપી શકો છો. ખાસ કરીને રાતના સમયે વધારે સરસ લાગે છે.
મોટાભાગે એમ્બિઅન્ટ લાઈટની સાથે રિમોટ પણ મળે છે, તેને અલગ-અલગ મોડમાં યુઝ કરી શકાય છે. રિમોટથી લાઈટનો કલર ચેન્જ કરી શકાય છે, બ્રાઈટનેસ એડજસ્ટ કરી શકાય છે. તેમાં સાઉન્ડ ઈફેક્ટ પણ મળે છે, તે મ્યુઝિકની બીટ્સ સાથે સિંક થઇ જાય છે.

અન્ડર ડેશબોર્ડ એમ્બિઅન્ટ લાઈટ
(અન્ડર ડેશબોર્ડ એમ્બિઅન્ટ લાઈટ)

 

ઘણી રીતે ઇન્સ્ટોલેશન કરાવી શકો છો

  • એમ્બિઅન્ટ લાઈટના બોક્સમાં તમને રિમોટ અને પાવર સોકેટ મળે છે. જો તમને અનુભવ હોય તો ઘરે ઇન્સ્ટોલ કરી શકો છો. પાવર સોકેટની સાથે યુઝ કરવું હોય તો કોઈ વાયરિંગ કટ કરવાની જરૂર નહિ પડે. લાઈટનું ફિટિંગ કરવા સીધું કનેક્શન પાવર સોકેટમાં કરવું. તેને સિગારેટ સોકેટમાં લગાવીને ઉપયોગમાં લઇ શકાય છે.
  • જો તમે ઈચ્છો અને સિગારેટ સોકેટ ફ્રી હોય તો તેનું કનેક્શન કેબિન લાઈટ, કી-હોલ અને પાર્કિંગ લાઈટની સાથે કરી શકો છો. આ પ્રકારનું કનેક્શન કરવા માટે ઈલેક્ટ્રીશીયનની મદદ લઇ શકો છો.
  • સ્ટાર લાઈટના ઇન્સ્ટોલેશનમાં કોઈ અડચણ આવતી નથી. તેને યુએસબી પોર્ટમાં કનેક્ટ કરીને ઉપયોગ કરી શકાય છે. તેના હેડને ચેન્જ કરીને પેટર્ન ચેન્જ કરી શકાય છે. રાતના સમયે તેનો લુક ઘણો સુંદર દેખાય છે.

કેટલા રૂપિયા ખર્ચવા પડશે?

ઈ-કોમર્સ સાઈટ પર વાયર એમ્બિઅન્ટ લાઈટની કિંમત 450 રૂપિયાથી શરુ થાય છે. અન્ડર ડેશબોર્ડ એમ્બિઅન્ટ સ્ટ્રીપ્સની પ્રારંભિક કિંમત 350 રૂપિયા છે. સ્ટાર લાઈટ માટે તમારે ઓછામાં ઓછા 200 રૂપિયા ખર્ચવાના રહેશે. લોકલ કાર એક્સેસરીઝ શોપમાં તેની કિંમત અલગ હોય શકે છે. એક્સેસરીઝ શોપમાં ખરીદવું યોગ્ય હોય છે કારણ કે ત્યાં ઇન્સ્ટોલ પણ કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here