ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહને હવે બ્રેક આપવામાં આવી શકે છે. બંને ખેલાડીઓને ૩ ઓગસ્ટથી શરૂ થઈ રહેલા વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર આરામ આપવામાં આવી શકે છે. ભારત આ પ્રવાસમાં પર ત્રણ ટી-૨૦ મેચ, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમશે. ભારત માટે બંને ટેસ્ટની શરૂઆત આઈસીસી વર્લ્ડ ચેમ્પિયનશીપ તરીકે હશે જેનું આયોજન ૨૦૧૯-૨૧ માં કરવામાં આવશે. જયારે ફાઈનલ મેચ ૨૦૨૧ માં રમાશે.
વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ છેલ્લા ૧ વર્ષથી સતત ક્રિકેટ રમી રહ્યા છે. હોમ સીઝન માટે બંને ખેલાડીઓને આરામ આપવામાં આવી રહ્યો છે. સિલેકશન સમિતિ બંને ખેલાડીઓને આરામ આપવા માંગે છે.
ભારતીય ટીમ આગામી વર્ષે જુલાઈથી ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝ રમશે. ત્યાર બાદ ડીસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા જશે અને ત્યાં ૩ ટી-૨૦, ૫ વનડે ન્યુઝીલેન્ડમાં રમશે અને પછી હોમ સીરીઝ ઓસ્ટ્રેલિયા. ત્યાર બાદ પછી આઈપીએલની શરૂઆત થશે.
તમને જણાવી દઈએ કે, વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે આ દરમિયાન ભારતીય ટીમની ટેસ્ટની કેપ્ટનશીપ અને રોહિત શર્મા વનડે અને ટી-૨૦ કેપ્ટનશીપ સંભાળશે. ભારતીય વર્લ્ડ કપ ટીમને સેમીફાઈનલમાં હાર બાદ હવે ઘરે પરત ફરવાનું છે અને પછી ટીમ વેસ્ટ ઇન્ડીઝ માટે રવાના થશે.
તેમ છતાં અત્યાર સુધી તે પુષ્ટી થઈ નહિ કે, મહેન્દ્ર સિંહ ધોની આ પ્રવાસ પર જશે અથવા નહીં. કેમકે મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ઘણા સવાલ ઉભા થઈ ચુક્યા છે.