આ સરળ ટિપ્સ ફૂલેલા પેટને બનાવશે એકદમ સપાટ

0
26

લાઇફસ્ટાઇલ ડેસ્ક : કોઇપણ વ્યક્તિની ચરબી સૌથી પહેલા ક્યાં જમા થાય છે? તો મોટાભાગનાં લોકો તેનો જવાબ પેટ જ આપશે. પેટ પરની ચરબી ઘટાડવા માટે આપણે અનેક નુસખાઓ અજમાવીએ છીએ. પેટ અને સાથળનો ભાગ એવો છે કે જ્યાં ચરબી ઝડપથી વધવા લાગે છે. થોડું બેઠાડુ જીવન થાય અને ખાવા પર કંટ્રોલ ન કરવામાં આવે તો વજન ફટાફટ વધી જાય છે. આવા સમયે વધેલી ચરબીને ઉતારવી ખૂબ જરૂરી બની જાય છે નહીં તો ચરબી જમા થતી જાય છે અને તમારા શરીરમાં ચરબી જામતી જ જાય છે. જો તમે પેટને સપાટ બનાવવા માંગો છો તો એના માટે કેટલાક ખાસ ઉપાય છે. જે અપનાવવાથી તમારું પેટ સુડોળ બનશે.

 

  • પેશાબ રોકશો તો પેટનો આકાર બગડે છે. આ વાતનું ખાસ ધ્યાન રાખો.
  • સપ્તાહમાં એકવાર પેટ પર ઉબટન લગાવીને સ્નાન કરવું જોઈએ. જેનાથી પેટની ત્વચામાં ખેંચાણ આવે છે.

 

  • જમતી વખતે પાણી ન પીવું. ભોજનનાં અડધા કલાક પછી હુંફાળુ પાણી પીવું જોઇએ.

 

  • જમીને તરત સુવાની આદતથી પેટ વધે છે. જમીને તરત સુવું જોઇએ નહીં.
  • રોજ થોડું ચાલવાનું રાખો. ચાલતી વખતે અંદરની બાજુ શ્વાસ કરીને પેટને પણ અંદર ખેંચો. સમય હોય તો થોડો વ્યાયામ પણ કરવો.

 

  • ચરબીયુક્ત વસ્તુઓ વધારે ખાવાથી પણ પેટ બેડોળ થાય છે. આવી વસ્તુઓ રાત્રે ખાવી ટાળવી.

 

  • સપ્તાહમાં એકવાર ઢંડા અને ગરમ પાણીથી પેટ સેક કરવો, જેનાથી પેટની ત્વચામાં ખેંચાણ આવે છે.

 

  • દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીઓ. એટલે કે દિવસનું આશરે 4 લિટર એટલે કે આશરે 8થી 10 બોટલ પાણી પીવાની ટેવ પાડી લો. તે વજન ઉતારશે અને સ્કિન પણ સારી કરશે.

 

  • ચરબીયુક્ત વસ્તુઓ વધારે ખાવાથી પણ પેટ બેડોળ થાય છે. આવી વસ્તુઓ રાતે ખાવી ટાળવી. રાતે પચવામાં હલકી વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખો.

 

 • જો ઓફિસમાં વધારે બેસવું પડતું હોય તો બેસવાની રીતે થોડા થોડા સમયે બદલતા રહો. થોડા થોડા સમયે ચાલવાનું રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here