Friday, September 17, 2021
Homeશરીરમાં સ્ફૂર્તિ લાવશે આ સુપર ફૂડ્સ, સુસ્તી-થાક થશે દૂર
Array

શરીરમાં સ્ફૂર્તિ લાવશે આ સુપર ફૂડ્સ, સુસ્તી-થાક થશે દૂર

કામની ભાગ-દોડમાં આપણે મોટાભાગે પોતાનું ધ્યાન સરખી રીતે રાખી શકતા નથી. ઘણીવાર તો લોકો સવારે ઉઠતા જ સુસ્તીનો અનુભવ કરવા લાગે છે અને દિવસભર આળસથી ભરેલા રહે છે, એવી પરિસ્થિતિમાં કોઇ કામ પણ કરી શકતા નથી પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે તમારી સાથે એવું કેમ થાય છે અને એવું શું કરે કે દિવસભર સ્ફૂર્તિ રહે. થાક ન હોય. એવામાં કેટલીક એવી વસ્તુઓ છે જેને પોતાના ડાયેટમાં સામેલ કરીને તમે પોતાના શરીરમાં એનર્જી લાવી શકો છો. અમે તમને જણાવી રહ્યા છીએ કે એવા ફૂડ્સ વિશે જેને ખાવાથી તમારી સુસ્તીની સમસ્યા સરળતાથી હલ થઇ જશે.

કેળા દૂર કરશે નબળાઇ

મોટાભાગે શરીરમાં ગ્લૂકોઝની ઊણપથી પણ નબળાઇનો અનુભવ થાય છે. એવામાં કેળાનું સેવન તમારા માટે ફાયદાકારક હોઇ શકે છે. કેળામાં પ્રાકૃતિક ગ્લૂકોઝ અને ખાંડનું પ્રમાણ હોય છે એટલા માટે તેનું સેવન કર્યા બાદ તમને તરત શક્તિ મળે છે.

દૂધ અને મેવા છે જરૂરી

જો તમને નબળાઇનો અનુભવ થાય છે કે દૂધનું સેવન જરૂર કરો દૂધમાં તમારા શરીર માટે ઉપયોગી દરેક પ્રકારના વિટામિન, મિનરલ્સ અને અન્ય ડાઇટરી સપ્લીમેન્ટ્સ હાજર હોય છે. જો તમને શરીરમાં મેગ્નેશિયમની ઉણપ હોય છે તો પણ તમે ઘણી નબળાઇનો અનુભવ કરો છો. એવામાં તમારે સુકા મેવાનું સેવન કરવું જોઇએ.

તાજગીનો અનુભવ કરાવશે વરિયાળી

વરિયાળીમાંથી મળી આવતા કેલ્શિયમ, સોડિયમ, આયરન અને પોટેશિયમ શરીરમાં ઉત્પન્ન થતાં થાકવાળા હોર્મોન્સને ખત્મ કરી નાંખે છે. એટલા માટે વરિયાળી ચાવીને ચાવીને ખાઓ. તેનાથી તમે તાજગીનો અનુભવ કરશો.

ગાજર એનર્જી વધારવામાં મદદરૂપ થશે

ગાજરમાં વિટામિન અને મિનરલ્સના ગુણ મળી આવે છે. એવામાં તેનું સેવન આપણને સ્વાસ્થ્યવર્ધક બનાવી રાખવામાં મદદ કરે છે. આ સાથે જ શરીરમાં એનર્જી વધારવામાં પણ ગાજર મદદરૂપ છે.

ચૉકલેટ કરશે રિલેક્સ

ચૉકલેટ વધારે લોકોને પસંદ આવે છે. ચૉકલેટમાં રહેલ કોકો શરીરની માંસપેશિઓને રિલેક્સ કરવામાં મદદરૂપ થાય છે. આ કારણ છે કે ચોકલેટ ખાદ્યા બાદ તાજગીનો અનુભવ થાય છે. આ ઉપરાંત ભરપૂર ઊંઘ અને પર્યાપ્ત પાણી પીવું જોઇએ. તેનાથી સ્વાસ્થ્યવર્ધક રહેવામાં મદદ મળે છે અને શરીરમાં એનર્જી રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments