સંબંધોને વધુ મજબૂત બનાવવા આ ત્રણ બાબતો સેક્સ કરતા પણ છે વધુ જરૂરી

0
19

આપણે આપણી આસપાસ એવા ઘણા કપલ્સ જોયા હશે, જે લગ્ન પહેલા એકબીજાને અનહદ પ્રેમ કરતા હોય અને લગ્ન પછી અચાનક બધુ બદલાઈ જાય અને તેમની વચ્ચે પ્રેમ ગાયબ થઈ જાય અને રહી જાય માત્ર ઝઘડા અને ક્યારેક-ક્યારેક તો વાત છૂટાછેડા સુધી પહોંચી જતી હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે, આવુ શા માટે થાય છે?

એની પાછળનું કારણ એ છે કે, સેક્સને સમાજમાં હજુ પણ ખરાબ નજરે જોવામાં આવે છે. જેને કારણે યુવાનો આજે પણ સ્ત્રી-પુરુષના સંબંધ અને લગ્નને સેક્સની જરૂરિયાત સમજવા માંડ્યા છે. સ્ત્રી-પુરુષના સંબંધને સેક્સથી માપવામાં આવે છે અને લગ્નને સેક્સનું લાયસન્સ માનવામાં આવે છે. ઘણા લોકો માટે સેક્સ એક સાધારણ જૈવિક જરૂરિયાત જીવનભર ચાલનારા ઝનૂનમાં બદલાઈ ગઈ છે. આ એક આનંદપૂર્ણ અનુભવ છે, કારણ કે તે આપણને પ્રજનન તરફ પ્રેરિત કરવાની પ્રાકૃતિક રીત છે. બે લોકોની કામોત્તેજનાથી જ બધાનું અસ્તિત્વ છે. આ એક સત્ય છે.

ધર્મો અને નૈતિક શિક્ષકોએ આપણને જણાવ્યું છે કે, આપણી બાયોલોજી એક પાપ છે. તેણે સદીઓથી અકથનીય અપરાધબોજ અને કષ્ટ પેદા કર્યો છે. તમે જેટલું વધારે કોઈ વસ્તુનો અસ્વીકાર કરશો, તે મનમાં એટલું જ વધારે મહત્ત્વ લઈ લેશે. આ દમને માણસની માનસિકતામાં ખૂબ જ ભયંકર ઉથલ-પાથલ કરી દીધી છે. પરંતુ સ્ત્રી-પુરુષના સંબંધ માટે જેટલું જરૂરી સેક્સ છે, એટલું જ જરૂરી છે સમજ, સ્વીકૃતિ અને ઈમાનદારી પણ છે. જ્યારે સેક્સ માટે યુવાનો આ ત્રણ બાબતોને ભૂલી ચુક્યા છે.

આ અંગે સાયકોલોજિસ્ટનું કહેવું છે કે, સ્વીકૃતિ, સમજ અને ઈમાનદારી આ ત્રણ બાબતો લોંગ ટર્મ રિલેશનશિપનો જીવ છે, જો તે ના હોય તો રિલેશનશિપ દમ તોડી દે છે. હકીકત એ છે કે, દરેક રિલેશનશિપમાં થોડી ખટપટ થાય છે. નારાજગી થાય છે, પરંતુ બંને લોકોની વચ્ચે આ ત્રણ વસ્તુઓ મજબૂત હોય તો જે રિલેશનશિપમાં ઉતાર-ચઢાવ આવે છે, તે પૂર્ણ નથી થતા.

સાયકોલોજિસ્ટનું કહેવું છે કે, જો ઝઘડા થાય તો તેનું સમાધાન પણ સમજ અને સ્વીકૃતિ જ છે, કારણ કે સેક્સ લાઈફ માટે જરૂરી છે, પરંતુ સંબંધો બચાવવા માટે આ ત્રણ બાબતો ખૂબ જ મહત્ત્વની હોય છે, જે સેક્સ્યુઅલ લાઈફને વધુ મજબૂત બનાવે છે. તમે બધા જ જાણો છો કે, સેક્સ એકબીજા પ્રત્યે તમારા ઝનૂનની એક શારીરિક અભિવ્યક્તિ છે, પરંતુ જ્યારે તમે એ સમજી લો કે તમારો સાથી કેવો અનુભવ કરે છે, તો તે તમારા સંબંધની ગુણવત્તાને વધુ સારી બનાવશે. ભાવનાત્મક અંતરંગતા માટે સમજ હોવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here