ડિપ્રેશનથી છુટકારો મેળવવા મહિલાઓ ફોલો કરી શકે છે આ ટીપ્સ

0
24

તમે ઘણીવાર જોયુ હશે કે, જો માતા ડિપ્રેશનથી પીડિત રહે છે તો તેની સીધી અસર પરિવાર પર પડે છે. ડિપ્રેશનનાં કારણે વ્યક્તિ ચિડીયો થઈ જાય છે અને જો આવુ કોઈ મહિલા સાથે થાય છે તો આનો પ્રભાવ પૂરા પરિવાર પર પડે છે. એક મહિલા જ સમગ્ર પરિવારની ચાવી હોય છે. તેના જ હાથમાં હોય છે ઘરને સુંદર અને સ્વસ્થ રાખવાનું કામ. ડિપ્રેશન એક રીતની ઉધઈ જેવી હોય છે, જે ધીમે-ધીમે શરીર અને સંબંધોને ખોખલા કરી દે છે. જેનાથી છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે.

ડિપ્રેશનથી બચવા માટે તમારે તમારા બાળકોની સાથે સંબંધમાં સુધારો લાવવો જોઇએ. જેનાથી તમે ડિપ્રેશનથી બચી શકો છે. એક નવા સંશોધનમાં આ વાત સામે આવી છે. સંશોધકોનાં જણાવ્યા મુજબ, બાળકો અને તેની માતાની વચ્ચે વાતચીતમાં જો ગરમજોશીની ઉણપ છે તો એનો મતલબ એ થયો કે, તેમનો પરસ્પર તાલમેલ બરાબર નથી. અમેરિકાનાં બિંઘમટન યુનિવર્સિટીનાં બ્રેન્ડન ગીબે જણાવ્યુ કે, અમે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે, શરીર ક્રિયા વિજ્ઞાનના સ્તર પર શું તમે માતા અને બાળકો વચ્ચે તાલમેલ દેખો છો અને કેવી રીતે આ અવસાદને પ્રભાવિત કરે છે. આ સંશોધન જર્નલ ઓફ ચાઈલ્ડ સાઈકોલોજી એન્ડ સાઈકિએટ્રીમાં પ્રકાશિત કરવામાં આવ્યુ છે. સંશોધનમાં 7થી 11 વર્ષના બાળકો અને તેમની માતાઓને સામેલ કરવામાં આવ્યા હતા. સંશોધનમાં સામેલ મહિલાઓમાંથી 44ને અવસાદનો ઈતિહાસ રહ્યો હતો અને જ્યારે 50ની સાથે આવી કોઈ વાત નહતી બની.

તેમનો આપસમાં સકારાત્મક અને નકારાત્મક બન્ને રીતની વાતચીત દરમિયાન તેમની ધડકનોનો ઉતાર-ચઢાવનો અભ્યાસ કરવામાં આવ્યો. પ્રથમ વાતચીતમાં માતા અને બાળકોની જોડીએ પોતાના પંસદગી પર્યટન સ્થળ પર રજાઓ વીતાવવાને લઈને વાતચીત કરી અને તેમની વાતચીતમાં તેમની વચ્ચે તણાવના મામલાને લઈ વાતચીત થઈ, જેમાં હોમવર્ક કરવુ, ટીવી અથવા કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો, સ્કુલની સમસ્યા, સમય પર તૈયાર થવુ વગેરે જેવા વિષયો સામેલ હતા. સંશોધનમાં સામે આવ્યુ કે, એવી માતા જેમનો અવસાદ સાથે કોઈ ઈતિહાસ નથી તેમનો તેમના બાળકોની સાથે નકારાત્મક વાતચીત દરમિયાન પોતાના દિલની ધડકનમાં ઘણો ઉતાર ચઢાવ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here