દેશના મોટા શહેરોમાં બે-બે એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે હવે અમદાવાદથી 80 કિલોમીટર દૂર ધોલેરામાં નવું એરપોર્ટ બનાવવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા બે એરપોર્ટની યોજના અમલમાં મુકવામાં આવી છે.
અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દરરોજ 250 ફ્લાઈટોની આવન-જાવન હોવાથી અમદાવાદથી 80 કિલોમીટર દૂર ધોલેરામાં નવું એરપોર્ટ બનાવવામાં આવશે. ધોલેરામાં 2 હજાર કરોડના ખર્ચે કામગીરી શરૂ કરી 1426 હેક્ટર જમીનમાં નવુ એરપોર્ટ બનાવાવમાં આવશે. આ એરપોર્ટ પીપીપી ધોરણે તૈયાર કરાશે. 2020માં ધોલેરામાં નવા એરપોર્ટનુ કામ શરૂ કરી દેવામાં આવશે.
મહત્વનું છે કે, પ્રથમ તબક્કે લગભગ 2 હજાર કરોડના ખર્ચે એરપોર્ટ બનાવવામાં આવશે અને ત્રણ વર્ષની અંદર આ એરપોર્ટનું કામ પૂર્ણ કરવામાં આવશે. જ્યારે અમદાવાદ ઉપરાંત રાજકોટ, મુંબઈ દિલ્હી સહિતના દેશોમાં બે-બે એરપોર્ટ બનશે.