Whatsappના આ યુઝર્સ પાસે ફક્ત 31 ડિસેમ્બર સુધીનો જ સમય, હવે આ કારણે નહી કરી શકે ચૅટ

0
40

વૉટ્સએપ ધીમે-ધીમે જૂના મોબાઇલ્સમાં સપોર્ટ બંધ કરી રહ્યું છે. ઘણાં એવા યુઝર્સ છે જેને મેસેજ આવ્યો છે કે તે પોતાનો ફોન અપગ્રેડ કરી લે. સપોર્ટ પેજ પર વૉટ્સએપે કન્ફર્મ કર્યુ છે કે 31 ડિસેમ્બર2019 બાદ વિન્ડોઝ ફોનને એક્સેસ નહી મળે.

કંપની તેની પહેલાં iOS 7 અને એન્ડ્રોઇડ 2.3.7થી જૂની ઓપરેટિંગ સિસ્ટમ્સ પર ચાલનારા ડિવાઇસનો સપોર્ટ બંધ કરી ચુકી છે. વૉટ્સએપે કહ્યું છે કે તે ભવિષ્યમાં જે ફિચર્સ લાવશે, તે આ ફોન્સ પર નહી ચાલે. કંપનીએ યુઝર્સને ફોન અપગ્રેડ કરવા કહ્યું છે.

આ ફોન્સ પર કામ નથી કરતુ Whatsapp

Nokia Symbian S60 – 30 જૂન 2017
BlackBerry OS और BlackBerry – 31 ડિસેમ્બર, 2017
Nokia S40 – 31 ડિસેમ્બર, 2018

આ ફોન્સમાં હવે સપોર્ટ નહી કરે Whatsapp

Windows Phone OS – 31 ડિસેમ્બર, 2019
Android 2.3.7 અને તેનાથી જૂના વર્ઝન – 1 ફેબ્રુઆરી 2020
iPhone iOS 7 અને તેનાથી જૂના વર્ઝન – 1 ફેબ્રુઆરી 2020

Whatsappમાં આવ્યું આ નવું ફિચર

વૉટ્સએપમાં એક નવા ફીચરની એન્ટ્રી થઇ છે. હવે વૉટ્સએપ કૉલ દરમિયાન યુઝર્સને કૉલ વેઇટિંગ નોટિફિકેશન મળવા લગી છે. આ ફીચર આવ્યાં બાદ હવે યુઝરથી કોઇ કૉલ મિસ નહી થાય. અત્યાર સુધી યુઝર્સને વૉટ્સએપ કૉલ દરમિયાન આવનાર બીજા કૉલ દરમિયાન આવનારી અન્ય કૉલની કોઇ નોટિફિકેશન મળતી ન હતી. જો કે હવે આ બદલિ ચુક્યુ છે અને યુઝર ચાલુ કૉલ દરમિયાન આવતા અન્ય કૉલને રિસિવ કે કટ કરી શકે છે.

અપડેટ કરવું પડશે વૉટ્સએપ

વૉટ્સએપનું કૉલ વેટિંગ ફીચર શરૂઆતમાં iOS માટે રોલઆઉટ કરવામાં આવ્યું હતું અને હવે આ એન્ડ્રોઇડ માટે પણ રિલિઝ કરી દેવામાં આવ્યું છે. આ બિલકુલ ટેલિકોમ સર્વિસના કૉલ વેઇટિંગ ફિચરની જેમ કામ કરે છે. આ નવુ ફિચર યુઝ કરવા માટે યુઝર્સે ગૂગલ પ્લે સ્ટોરમાં જઇને વૉટ્સએપના લેટેસ્ટ વર્ઝન 2.19.357થી અપડેટ કરવાનું રહેશે.

એડ થયાં અન્ય આ ફીચર

કૉલ વેઇટિંગ ફિચર ઉપરાંત વૉટ્સએપે યુઝર્સ માટે નવી પ્રાઇવસી સેટિંગ્સ પણ રોલઆઉટ કરી છે. નવી પ્રાઇવસી સેટિંગ મળ્યા બાદ હવે યુઝર તે નક્કી કરી શકશે કે તેમને ગ્રુપમાં કોણ એડ કરી શકે છે અને કોણ નહી. શરૂઆતમાં તેને કેટલાંક સિલેક્ટેડ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું હતું પરંતુ હવે તે તમામ યુઝર્સ યુઝ કરી શકશે. આ સાથે જ વૉટ્સએપની તે સમસ્યાને પણ ફિક્સ કરી દીધી છે જેના કારણે કેટલાંક સ્માર્ટફોન્સની બેટરી જલદી ડ્રેન આઉટ થઇ જતી હતી.

જલ્દી આવશે આ ખાસ ફિચર

કંપનીએ તાજેતરમાં જ ફિંગરપ્રિન્ટ લૉક ફંક્શન પણ ઉપલબ્ધ કરાવ્યુ છે. આ ફિચર યુઝર્સની પ્રાઇવસી માટે ખાસ છે કારણ કે હવે યુઝર પોતાના વૉટ્સએપ ચેટને ફોનના ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે સિક્યોર કરી શકે છે. આવનારા દિવસોમાં કંપની અનેક ખાસ ફિચર્સ લાવશે. તેમાં સેલ્ફ ડિસ્ટ્રક્ટિંગ મેસેજ, ડાર્ક મોડ, મલ્ટીપલ ડિવાઇસ સપોર્ટ અને હાઇડ મ્યૂટેડ સ્ટેટસ સામેલ છે .આ ફીચર તમામ ટેસ્ટિંગ ફેઝમાં સામેલ છે. આવનારા થોડા સમયમાં આ ફિચર યુઝર્સને મળી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here