પાતળા કરતાં જાડા લોકો બેડમાં આપે છે સર્વોત્તમ પર્ફોમન્સ : મહિલાઓનો પણ રેકોર્ડ ઉત્તમ,

0
30

જો તમે ઓવર વેઇટ છો. વજન વધારે છે અને મોટાપાનો શિકાર બન્યા છે તો તમને શરીર સંબંધી ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમારા લુક અને ઓવરઓલ પર્સનાલિટી પર તમારું વધેલું વજન અસર કરી શકે છે. જોકે, પુરૂષોમાં શારીરિક સંબંધો મામલે આ એક અપવાદ છે. થોડા દિવસો પહેલાં એક સ્ટડીમાં સાબિત થયું છે. જે પુરૂષનું વજન વધારે છે. તેઓ વધારે સેક્સ કરે છે. દુબળા અને પાતળા પુરૂષોની સેક્સ લાઇફ વજનમાં ભારે પુરૂષો કરતી નબળી હોય છે.

યુકેની એન્ગલિયા રસ્કિન યુનિ.ના વૈજ્ઞાનિકો અને અનુસંશોધનકર્તાઓએ બ્રિટનમાં લગભગ 5 હજાર લોકોનું વિશ્લેષણ કરી એ તારણ કાઢ્યું છે કે દુબળા અને પાતળા પુરૂષો કરતાં જાડા પુરૂષો અને વધારે વજનવાળા સેક્સ માટે બેડમાં સર્વોત્તમ છે. પીલોસ વન નામની જર્નલમાં આ સ્ટડીને પ્રકાશિત કરવામાં આવી છે. આ સ્ટડીમાં એ બહાર આવ્યું છે વધુ વજન ધરાવતા લોકોને ઓછા વજન ધરાવતા પુરૂષોની તુલનામાં સમસ્યાઓ ઓછી હોવાથી તેઓ સેક્સમાં મસ્ત રહેતા હોય છે. જ્યારે દુબળા અને ઓછું વજન ધરાવતા પુરૂષોમાં સેક્સ કરવાનો કોન્ફિડન્સ ઓછો જોવા મળે છે.

ફક્ત પુરૂષો જ નહીં વધુ વજન ધરાવતી મહિલાઓ પણ સેક્સમાં અતિ ઉત્તમ હોય છે. ઓવરવેટ વજન ધરાવતી મહિલાઓએ ઓછા વજન ધરાવતી મહિલાઓની તુલનામાં 16 ટકા પર્ફોમન્સ બેડમાં સરસ આપે છે. એ વાત સાચી છે વધુ વજન ધરાવતા લોકો સંબંધોમાં વધુ ખુશ અને સંતુષ્ટ રહે છે. વધુ વજન ધરાવતા હોવાથી વજન ઓછું કરવાનો પ્રયાસ કરી રહેલા લોકો માટે આ સ્ટડીએ એક રાહત આપી છે. આ સાથે એ પણ બાબત એટલી જ સાચી છે કે, વધુ વજન ધરાવતા લોકોમાં 30 ટકા લોકોમાં શારીરિક સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેની અસર તેમના બેડમાં સંબંધો પર પડે છે.

આ સ્ટડીનો મૂળભૂત ઉદેશ્ય એ છે કે, વધુ વજન હોય તો સેક્સ માટે પાતળા બનવાની જરૂર નથી. કારણો વિના વજન ઓછું કરવાની જરૂર નથી. કારણ કે એક હેલ્થી શરીર, હેલ્થી માઈન્ડને કારણે સેક્સ લાઇફ પણ હેલ્થી રહી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here