હળવદ : વેપારી પાણી ભરવા ગયા ત્યાં ચોર ૩.૫૬ લાખ લઇ છુંમંતર.

0
256
હળવદ શહેરમા સવારના સુમારે દુકાનદારની નજર ચૂકવી દુકાનમા ઘુસેલો શખ્સ વેપારીના થેલામાં રહેલી ૩.૫૬ લાખની રોકડ રકમ પર હાથ સાફ કરીને નાસી છૂટ્યો હતો. જે મામલે ધટના મામલે પોલીસને જાણ થતા દોડી આવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ શહેરમા આવેલા સાધના કોમ્પ્લેક્ષમા લક્ષ્મી ટ્રેડર્સ નામની પેઢીના માલીક સવારે ઘેરથી આવીને દુકાન ખોલી સાફ-સફાઈ કરતા હતા. દરમ્યાન બાજુમાં જ પાણી ભરવા માટે ગયા એટલી જ વારમાં કોઈ ચોર વેપારીની નજર ચૂકવી થેલામાં રાખેલા ૩ લાખ ૫૬ હજારની રોકડ રકમ લઈ નાસી છૂટ્યો હતો. ધટનાની જાણ થતા આસપાસના વેપારીઓ એકઠા થયા હા અને પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here