પાતળી કમર અને સ્લીમ બોડી… આ ઈચ્છા પૂરી કરશે આ 4 drinks

0
46

પાતળી કમર, સ્લીમ બોડી હોય તેવી ઈચ્છા દરેક યુવતીની હોય છે. પરંતુ શિયાળો આ ઈચ્છાનો દુશ્મન બની જાય છે. કારણ કે શિયાળામાં ખોરાક વધી જવાથી ચરબી પણ વધી જાય છે અને શરીરનું વજન ઝડપથી વધે છે. એકવાર જો વજન વધવાનું શરૂ થઈ જાય તો પછી ઝડપથી ઘટતું નથી. વજન ઝડપથી ઘટાડવા માટે જીમ જવું, ડાયટિંગ કરવી દરેક માટે શક્ય નથી. તેવામાં તમને એવા સીક્રેટ્સ વિશે જાણવા મળશે કે જે તમારું વજન સડસડાટ ઘટાડવામાં મદદ કરશે.

– ગ્રીન ટીમાં એવા તત્વો હોય છે વજન ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ તેની સાથે જો તમે લીંબુનું પણ સેવન કરશો તો વજન ઝડપથી ઘટશે.
– લીંબુ પાણી પીવાથી શરીરમાંથી ટોક્સીન દૂર થાય છે અને ચરબી ઓગાળવામાં મદદ મળે છે. – અનાનસના જ્યૂસમાં એક ચમચી આદુનો રસ ઉમેરી તેને નિયમિત પીવાથી પણ વધારાની ચરબી દૂર થાય છે.
– તરબૂચમાં ભરપૂર માત્રામાં એંટીઓક્સીડેંટ્સ હોય છે. સવારના નાસ્તા સાથે ચા લેવાને બદલે તરબૂચનું જ્યૂસ પીવાનો આગ્રહ રાખવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here