પ્રાંતિજ : પલ્લાચરમાં દબાણ હટાવા જતાં મામલો બિચક્યો.

0
14

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના પલ્લાચર ગામમાં દબાણ હટાવવા ગયેલ ટીમ લીલાં તોરણે પરત ફરી હતી.

જેસીબી આવતાં દબાણ કર્તાઓ આગળ સુઇ ગયાં.
હાલ મામલો બિચકાતા દબાણ મુલતવી.
આવનાર દિવસોમાં દબાણ હટાવાશે.
પોલીસ ઓછી પડતી હોવાથી તથા ગામમાં લગ્ન પ્રસંગ ને લઇને દબાણ મુલતવી.

પ્રાંતિજ ના પલ્લાચર ગામે છેલ્લા કેટલાય સમયથી ગામમાં દબાણો ને લઇને તા.૧૧|૨|૨૦૨૦ ને મંગળવાર ના રોજ ગ્રામ પંચાયત દ્વારા સરપંચ તલાટી પોલીસ બંદોબસ્ત સાથે ગામમાં આવેલ દબાણ દુર કરવા જતાં કેટલાક દબાણ કર્તાઓ જેસીબી આવતાં આગળ સુઇ ગયાં હતાં તો પોલીસે સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો પરંતુ દબાણ કર્તાઓ તસના મસ ના થતાં આખરે મામલો મામલતદાર ઓફિસ સુધી પહોચ્યો હતો તો એક બાજુ પોલીસ સ્ટાફ ઓછો હોવાથી તથા બીજીબાજુ ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી હાલતો દબાણ મુલતવી રાખ્યું હતું.

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here