સુશાંત કેસમાં CBIનો ત્રીજો દિવસ : સિદ્ધાર્થ પિઠાની અને નીરજ સિંહની આજે ફરી પૂછપરછ; એક દિવસ પહેલાં ડોક્ટરે કહ્યું, મુંબઈ પોલીસે સુશાંતના પોસ્ટમોર્ટમમાં ઉતાવળી કરી હતી

0
10

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ કરી રહેલી CBIનો મુંબઈમાં આજે ત્રીજો દિવસ છે. CBI આજેપણ સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાની અને કુક નીરજ સિંહની પૂછપરછ કરી રહી છે. DRDO ગેસ્ટ હાઉસમાં બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. CBIની ટીમ ત્યાં રોકાઈ રહી છે. સતત ત્રીજા દિવસે નીરજ અને સતત બીજા દિવસે પિઠાનીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસે ઉતાવળમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું

શનિવારે સુશાંતના ફ્લેટમાં CBI દ્વારા આ ઘટના રી-ક્રિએટ કરવામાં આવી હતી. ઉપરાંત, સુશાંતની ઓટોપ્સી કરનાર કૂપર હોસ્પિટલના 3 ડોકટરોની પણ પૂછપરછ કરાઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોકટરોએ જણાવ્યું હતું કે, ‘સુશાંતનું પોસ્ટમોર્ટમ મુંબઈ પોલીસના કહેવા પર કોરોના ટેસ્ટ કર્યા વિના ઉતાવળમાં કરવામાં આવ્યું હતું. રાત્રે જ ઓટોપ્સી થઈ હતી.

13 જૂને સુશાંતના ઘરે પાર્ટી નહોતી થઈ

સુશાંતના પડોશમાં રહેતી એક મહિલાએ શનિવારે ખુલાસો કર્યો હતો, ‘સુશાંતના ઘરની લાઈટ સામાન્ય રીતે સવારના 4 વાગ્યા સુધી ચાલુ રહે છે. પરંતુ, 13 જૂનની રાત્રે 10 વાગ્યાથી 11 વાગ્યાની વચ્ચે બંધ થઈ હતી અને તે રાત્રે કોઈ પાર્ટી નહોતી થઈ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here