લગ્નની ત્રીજી વર્ષગાંઠ : રૂબિના અને અભિનવ શુક્લાએ વીડિયો કોલ પર મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી

0
0

ટીવી એક્ટ્રેસ રૂબીના દિલાઈક અને અભિનવ શુક્લા, જેમને ફેન્સ પ્રેમથી ‘રૂબિનવ’ કહે છે, તેમને સોમવારે પોતાના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી. અભિનવ હાલમાં સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં છે, કેમ કે તે ત્યાં ‘ખતરો કે ખિલાડી 11’નું શૂટિંગ કરી રહ્યો છે. આ જ કારણથી બંનેએ લોન્ગ ડિસ્ટન્સ મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી છે. તેમજ રૂબિનાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક પ્રેમ ભરી નોટ લખી અને વીડિયો શેર કરીને અભિનવને એનિવર્સરી વિશ કરી.

રૂબિનાએ અભિનવને વીડિયો કોલિંગ કરતાં ફોટો શેર કર્યો
રૂબિનાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘તું મેરી તાકાત હો, તુમ મેરી કમજોરી હો! તુમ મેરી રોશની હો, તુમ મેરા અંધેરે હો…તુમ તુફાન હો, તુમ શાંતિ હો…આપકે સાથ હર એક દિન એક આશીવાર્દ કી તરહ હોતા હૈ ઔર હમારે પાગલપન કા આનંદ લે રહી હું…લવ યુ મેરે…મંચકિન.’ આ દરમિયાન રૂબિનાએ એરપોર્ટ પર અભિનવને વીડિયો કોલિંગ કરતો બીજો એક ફોટો શેર કર્યો અને લખ્યું, ‘મૈં યહાં, તૂ વહાં.’

બિગ બોસ 14માં સાથે હતા અભિનવ અને રૂબિના
અભિનવ અને રૂબિનાએ બિગ બોસ 14માં કબૂલાત કરી હતી કે તેમના લગ્નમાં તણાવ છે. બાદમાં બંનેએ એમ પણ જાહેર કર્યું હતું કે, તેમનો સંબંધ તૂટવાનો હતો અને બંનેએ લગ્નને બીજી તક આપવા માટે શોમાં ભાગ લીધો હતો. શોમાં આ જોડી હંમેશાં એકબીજાની સાથે દલીલ કરતી જોવા મળી હતી. એટલે સુધી કે શોના એન્કર સલમાન ખાને પણ અભિનવને રૂબિના પર ગુસ્સે થવા બદલ ઠપકો આપ્યો હતો. જો કે, અત્યારે આ બંને વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here