Wednesday, September 29, 2021
Homeસંસદના ચોમાસુ સત્રનું ત્રીજું સપ્તાહ : નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં ટ્રિબ્યુનલ...
Array

સંસદના ચોમાસુ સત્રનું ત્રીજું સપ્તાહ : નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં ટ્રિબ્યુનલ રિફોર્મ્સ બિલ રજૂ કરશે

સંસદના ચોમાસુ સત્રનો ત્રીજો સપ્તાહ સોમવારથી શરૂ થઈ રહ્યુ છે. છેલ્લા બે સપ્તાહમાં ભારે હોબાળો થયો છે. વિપક્ષ હજુ પણ કોરોના વાયરસ મહામારી, કૃષિ કાયદા અને પેગાસસ જાસૂસીના મુદ્દા પર કેન્દ્ર સરકારને નિશાન બનાવી શકે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં ટ્રિબ્યુનલ રિફોર્મ્સ બિલ, 2021રજૂ કરશે. આ ન્યાય વિતરણ વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે,આજે રાજ્યસભામાં બંધારણ (અનુસૂચિત જનજાતિ) ઓર્ડર (સંશોધન) બિલ, 2021 અને અંતર્દેશીય શિપિંગ બિલ, 2021 સહિતના મહત્વના બિલ પર ચર્ચા કરવામાં આવશે.

ન્યાય વિતરણ વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા માટે ટ્રિબ્યુનલ રિફોર્મ્સ બિલ, 2021 તૈયાર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં તેને રજૂ કરશે. - Divya Bhaskar

પેગાસસ મુદ્દે કોંગ્રેસના સાંસદોની સ્થગિત પ્રસ્તાવ
કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ ‘પેગાસસ પ્રોજેક્ટ’ મીડિયા રિપોર્ટ પર ચર્ચા કરવા માટે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ નોટિસ મોકલી છે. સાથે જ કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે પણ પેગાસસ મુદ્દે ચર્ચા માટે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની નોટિસ આપી છે તેમણે આ દરમિયાન વડાપ્રધાન કે ગૃહમંત્રીને હાજર રહેવાની માંગણી કરી છે.

જનરલ ઇન્શ્યોરન્સ બિઝનેસ (રાષ્ટ્રીયકરણ) સુધારા બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે
સરકાર આજે લોકસભામાં જનરલ ઇન્શ્યોરન્સ બિઝનેસ (રાષ્ટ્રીયકરણ) સુધારા બિલને ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કરશે. આ બિલ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો વધારવા બાબતે છે. વિપક્ષ આ માટે સરકારને નિશાન બનાવી શકે છે.

છેલ્લા બે સપ્તાહમાં સંસદમાં માત્ર 18 કલાક કામ થયું હતું
સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઈથી શરૂ થયું. છેલ્લા બે સપ્તાહમાં, બંને ગૃહોમાં મળીને માત્ર 18 કલાક કામ કરી શકાયું છે, જે 107 કલાક હોવું જોઈએ. લોકસભામાં 7 કલાક અને રાજ્યસભામાં 11 કલાક કામકાજ થયું. રિપોર્ટ અનુસાર, કામ ન કરવાને કારણે કરદાતાઓને 133 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments