Saturday, September 25, 2021
Home'તારક મહેતા'નાં તેર વર્ષ : આ લાંબી ચાલનારી બીજી હિંદી સિરિયલ, માત્ર...
Array

‘તારક મહેતા’નાં તેર વર્ષ : આ લાંબી ચાલનારી બીજી હિંદી સિરિયલ, માત્ર 4 શૉએ પૂરાં કર્યાં 10 વર્ષ

લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 28 જુલાઈ, 2008ના રોજ સબ ટીવી પર શરૂ થઈ હતી. તે સમયે કોઈને સપનેય વિચાર નહોતો આવ્યો કે આ સિરિયલ આટલી લાંબી ચાલશે. આ સિરિયલને 13 વર્ષ પૂરાં થવા જઈ રહ્યાં છે. આ સિરિયલના અત્યાર સુધી 3214 એપિસોડ ટેલિકાસ્ટ થયા છે. આ સિરિયલ ઇન્ડિયન ડેઇલી સોપમાં સૌથી લાંબી ચાલેલી કોમેડી સિરિયલ છે. આટલું જ નહીં આ સિરિયલ CID બાદ હિંદીમાં ‘તારક મહેતા’ બીજી સિરિલ છે, જે 13 વર્ષ બાદ પણ ટીવી પર પ્રસારિત થઈ રહી છે. TRPની રેસમાં પણ આ સિરિયલ હંમેશાં ટોપ 10માં જોવા મળે છે. જોકે, માત્ર ‘તારક મહેતા..’ જ એવી હિંદી સિરિયલ નથી, જેના 13 વર્ષ પૂરા થયાં હોય. આજે આપણે એવી જ હિંદી સિરિયલો અંગે વાત કરીશું, જે સળંગ 10 કે તેથી વધુ વર્ષ સુધી ચાલી હોય.

CID
કેટલાં વર્ષ ચાલી?
 20 વર્ષ
ક્યારે શરૂ થઈ ને બંધ થઈ? 21 જાન્યુઆરી, 1998થી 27 ઓક્ટોબર, 2018

ડિરેક્ટર બી પી સિંહના હિંદી ક્રાઇમ ફિક્શન શોમાં ACP પ્રદ્યુમન પોતાની CIDની ટીમ સાથે કેસને સોલ્વ કરતાં જોવા મળતા હતા. આ શો આબાલ-વૃદ્ધ તમામમાં લોકપ્રિય હતો. આ શોમાં દયાનંદ શેટ્ટીએ ઇન્સ્પેક્ટર દયાનો રોલ પ્લે કર્યો હતો. ઇન્સ્પેક્ટર અભિજીતના રોલમાં આદિત્ય શ્રીવાસ્તવ જોવા મળતો હતો. 20 વર્ષમાં સોની ટીવી પર આ શોના 1547 એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યા હતા.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ
કેટલાં વર્ષથી ચાલે છે?
 12 વર્ષથી
ક્યારથી શરૂ થઈ? 12 જાન્યુઆરી, 2009

સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં શરૂઆતમાં અક્ષરા (હિના ખાન) તથા નૈતિક (કરન મેહરા)ની વાત કરવામાં આવી હતી. એરેજન્ડ મેરેજ બાદ અક્ષરા કેવી રીતે પરિવારને સંભાળે છે, તેની આસપાસ સિરિયલ ફરતી હતી. ધીમે ધીમે સિરિયલમાં લીપ આવ્યા હતા અને હવે આ સિરિયલ અક્ષરાના જમાઈ કાર્તિક (મોહસિન ખાન)ના જીવનની આસપાસ ફરે છે. આ સિરિયલના 3453 એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યા છે. આ શો હાલમાં સોમથી શનિ આવે છે.

યસ બોસ
કેટલાં વર્ષ ચાલી? 10 વર્ષ
ક્યારે શરૂ થઈ ને બંધ થઈ? 23 એપ્રિલ, 1999થી 31 જુલાઈ, 2009

સોની સબ પર આવતી કોમેડી સિરિયલ ‘યસ બોસ’માં આસિફ શેખ (વિનોદ વર્મા), રાકેશ બેદી (મોહન) અને કવિતા કપૂર (મીરાં)ની આસપાસ જોવા મળતી હતી. આ સિરિયલમાં મોહન તથા મીરાંના બોસના રોલમાં આસિફ શેખ હતો. આ સિરિયલના 631 એપિસોડ ટેલિકાસ્ટ થયા હતા. આ શો

હિંદી સિવાય જો મલયાલમ, મરાઠી અને તેલુગુ ભાષાની સિરિયલની વાત કરવામાં આવે તો તેમાં પણ એવી કેટલીક સિરિયલ છે, જે 10થી વધુ વર્ષ ચાલી છે.

સિનેમાલા (મલયાલમ)
કેટલાં વર્ષ ચાલી?
 20 વર્ષ
ક્યારે શરૂ થઈ ને બંધ થઈ? 30 ઓગસ્ટ, 1993થી 23 સપ્ટેમ્બર, 2013

સિનેમાલા એશિયાનેટ પર આવતી હતી. આ અઠવાડિયામાં માત્ર એક જ દિવસ આવતો હતો. આ શો શરૂઆતમાં ફિલ્મ બેઝ્ડ સટાયર હતો. જોકે, પછી તેમાં પોલિટિકલ તથા સોશિયલ ઇશ્યૂને સ્થાન આપવામાં આવ્યું હતું. આ સિરિયલના એક હજાર એપિસોડ પૂરા થયા હતા.

અભિષેકમ (તેલુગુ)
કેટલાં વર્ષથી ચાલે છે?
 13 વર્ષથી
ક્યારથી શરૂ થઈ? 22 ડિસેમ્બર, 2008

ઇટીવી તેલુગુ પર આવતી આ સિરિયલમાં પરિવારના સંબંધો તથા માનવ મૂલ્યોની વાત કરવામાં આવી હતી. નરસિંહા તથા સુસીલાના બે સંતાનો વિનય તથા સુમતિની વાત છે. વિનય પિતાને નફરત કરે છે અને પરિવારને છોડીને બીજે રહેવા જતો રહે છે. આ સિરિયલમાં રવિ કિરણ, સતીશ, મોનિકા જેવા કલાકારો લીડ રોલમાં છે. અત્યાર સુધી આ સિરિયલના 3800 એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યા છે.

આડડે આધારામ (તેલુગુ)
કેટલાં વર્ષ ચાલી?
 11 વર્ષ
ક્યારે શરૂ થઈ ને બંધ થઈ? 26 જાન્યુઆરી, 2009થી 14 માર્ચ, 2020

ઇટીવી તેલુગુ પર પ્રસારિત થતી આ સિરિયલમાં એક મહિલાના સંઘર્ષની વાત કરવામાં આવી હતી. આ મહિલાના જીવનમાં કેવી કેવી સમસ્યા તથા પડકારો આવે છે અને તે કેવી રીતે સામનો કરે છે, તે બતાવવામાં આવ્યું હતું. આ સિરિયલના 3329 એપિસોડ ટેલિકાસ્ટ થયા હતા.

ચાર દિવસ સાસુ ચે (મરાઠી)
કેટલાં વર્ષ ચાલી?
 11 વર્ષ
ક્યારે શરૂ થઈ ને બંધ થઈ? નવેમ્બર, 2001થી 5 જાન્યુઆરી, 2013

ઇટીવી મરાઠી પર આવતી આ સિરિયલમાં દેશમુખ પરિવારની વાત હતી, જેમાં સાસુ આશાલતાના રોલમાં રોહિણી હટ્ટંગડી તથા વહુ અનુરાધા (કવિતા લાડ) હતા. સિરિયલમાં દેશમુખ પરિવારના સંબંધો, નફરત, પ્રેમ, હાર-જીતના આટાપાટાની વાત કરવામાં આવી હતી. સિરિયલના 3147 એપિસોડ પ્રસારિત થયા હતા.

માનસુ મમતા (તેલુગુ)
કેટલાં વર્ષથી ચાલે છે? 
10 વર્ષથી
ક્યારથી શરૂ થઈ? 12 જાન્યુઆરી, 2011

ઇટીવી તેલુગુ પર આવતી આ સિરિયલમાં બેમિત્રો તથા તેમના પરિવાર વચ્ચેની લોયલ્ટી, મિત્રતા, ઇકોનોમિક ભેદભાવની વાત કરવામાં આવી છે. આ સિરિયલમાં મેઇન લીડમાં હરી તેજા, સુભાલેખા સુધાકર, સમીરા શેરીફ જેવા કલાકારો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments