Thursday, March 28, 2024
HomeUncategorizedThirty First Celebration : ફૂડની હોમ ડિલિવરી કરતી બે કંપનીઓને પ્રતિ મિનિટ...

Thirty First Celebration : ફૂડની હોમ ડિલિવરી કરતી બે કંપનીઓને પ્રતિ મિનિટ 17000 ઓર્ડર મળ્યા

- Advertisement -

2021ના છેલ્લા દિવસે એટલે કે 31મી ડિસેમ્બરે લોકોએ ઉજવણીના ભાગરુપે ફૂડ ડિલિવરી કરતી બે કંપનીઓને ઓર્ડર આપવાના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. કોરોનાના વધતા જતા કેસ અને તેના પગલે થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશન પર લાદવામાં આવેલા નિયંત્રણોના કારણે એપ થકી ફૂડ ઓર્ડર લઈને હોમ ડિલિવરી કરતી આ બે કંપનીઓને દર મિનિટે 17000 ઓર્ડર મળ્યા હતા.

એક ફૂડ ડિલિવરી કંપનીએ કહ્યુ હતુ કે, સૌથી વધારે ઓર્ડર બિરિયાની માટે મળ્યા હતા.અમે એક મિનિટમાં 1229 બિરિયાની ડિલિવર કરી હતી.આ સિવાય બટર નાન, મસાલા ઢોસા, પનીર બટર મસાલાના ઓર્ડર પણ મોટી સંખ્યામાં ડિલિવર કરાયા હતા.

આ જ રીતે અન્ય એક ફૂડ ડિલિવર કરતી કંપનીને 31 ડિસેમ્બરની સાંજે 20 લાખથી વધારે ઓર્ડર મળ્યા હતા. એપ થકી ઓર્ડર લઈને ફૂડ ડિલિવરી કરતી કંપનીઓની સર્વિસ આજથી મોંઘી થઈ ગઈ છે.હવે આ એપ્સને પાંચ ટકા જીએસટી ચુકવવો પડશે.આમ લોકોને હવે ઘરે બેઠા ખાવાનુ મંગાવવાનુ મોંઘુ પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular