બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલની બેસ્ટ દવા છે આ 1 વસ્તુ, તમારા પાચનની સમસ્યાને પણ દૂર કરી દેશે

0
0

કિવી લગભગ દરેક ઋતુમાં મળતું ફળ છે, પરંતુ તે ઓછાં પ્રમાણમાં મળે છે. આ ફળ દેખાવમાં ભલે ઓછું આકર્ષક લાગે, પરંતુ તે આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. 100 ગ્રામ કિવીમાં 61 કેલરી, 14.66 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, 1 ગ્રામ પ્રોટીન, 3 ગ્રામ ફાઇબર, રપ માઇક્રો ગ્રામ ફોલિક એસિડ સહિત અન્ય તત્વ રહેલાં છે. કોલેસ્ટ્રોલને બેલેન્સમાં રાખવું હોય તો સવાર સાંજ કિવીને આઠ અઠવાડિયાં સુધી ખાવું જોઇએ, તેનાથી કોલેસ્ટ્રોલ ચોક્ક્સથી કંટ્રોલમાં આવી જશે. જો ત્રણ કિવી આઠ અઠવાડિયાં સુધી ખાવામાં આવે છે તો બ્લડપ્રેશર નિયંત્રણમાં આવી જશે. કિવી શરીરમાં આયર્નનું બેલેન્સ પણ સુધારે છે. કિવીમાં રહેલાં તત્વો પાચનને સુધારે છે.

કિવીમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખીને ગંભીર બીમારીઓથી દૂર રાખે છે. તેનાં સેવનથી લિવર, સ્ટ્રોક, કાર્ડિયાક અરેસ્ટ, હાર્ટ એટેક અને અન્ય કેટલીક ગંભીર બીમારીઓથી દૂર રહી શકાય છે.

કિવીમાં રહેલાં તત્વ બ્લડ ક્લોટિંગ એટલે નસમાં લોહી જામવાને રોકી શકે છે. જેનાથી કેટલીક સમસ્યાઓ દૂર થાય છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ બચી શકાય છે.

કિવીમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. જેથી બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. કિવીનાં સેવનથી શરીરમાં સોડિયમનું લેવલ ઓછું થાય છે અને કાર્ડિયોવાસ્કુલર રોગોથી બચી શકાય છે. તે સિવાય કિવીમાં એન્ટીઇફ્લેમેટરી ગુણ હોય છે. જેનાથી સોજાની સમસ્યા દૂર રહે છે.

જો તમને પૂરતી ઉંઘ ન આવતી હોય તો કિવીનું સેવન કરી શકો છો. જેનાથી તમારું મન શાંત રહેશે અને ઊંઘ પણ સારી આવશે. કિવી ખાવાથી ઊંઘની ક્લોલિટી પણ સારી થઇ જાય છે.

કિવીમાં લ્યુટિન રહેલાં છે. જે આપણી ત્વચા અને ટિશ્યુને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. કિવીનાં નિયમિત સેવનથી આંખની કેટલીક બીમારીઓ દૂર રહે છે. આખોની વધારે સમસ્યા એવી છે જેને લ્યુટિન નષ્ટ થવાના કારણે ઉત્પન્ન થાય છે. તે સિવાય કિવીમાં ભરપૂર વિટામિન એ રહેલું છે. કિવી આંખોની રોશનીને વધારે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here