Friday, August 6, 2021
HomeHYUNDAI ની આ કાર થઇ શકે છે બંધ, વેબસાઇટ પરથી થઇ ગાયબ
Array

HYUNDAI ની આ કાર થઇ શકે છે બંધ, વેબસાઇટ પરથી થઇ ગાયબ

Hyundai મોટર ઈન્ડિયાએ પોતાની આધિકારિક વેબસાઇટ પરથી તેમની એક સિડાન કારને હટાવી લીધી છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે કંપની આ કારને ડિસકન્ટીન્યૂ કરી શકે છે. જોકે, તેને લઇ હજુ સુધી કંપની તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. તમને જણાવી દઇએ કે, Hyundaiએ આ વર્ષની શરૂઆતમાં જ નવી કોમ્પેક્ટ સિડાન કાર Auraને લોન્ચ કરી હતી. આ કારના લોન્ચ પછી સાઉથ કોરિયન વાહન નિર્માતા કંપની Hyundaiએ એક્સેંટનું વેચાણ ચાલુ રાખ્યું અને તેનું કમર્શિયલ મોડલ એક્સેંટ પ્રાઈમ રજૂ કર્યું. દેશની બીજા નંબરની કાર નિર્માતા કંપની Hyundaiએ ભારતીય વેબસાઇટ પરથી પોતાની એક્સેંટ સબ 4 મીટર કોમ્પેક્ટ સિડાન કારને હટાવી દીધી છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે Hyundai ઑરાની માર્કેટમાં જગ્યા બનાવી દીધા પછી કંપનીએ એક્સેંટને પોતાની પ્રોડક્ટ લિસ્ટમાંથી હટાવી દીધી છે. કારણ કે બંને કારોની કંફિગરેશન લગભગ એક જેવી જ છે. જો ડાઈમેંશનની વાત કરીએ તો Hyundai ઑરા અને એક્સેંટની લંબાઈ 3995 એમએમ અને ઊંચાઇ 1520 એમએમ છે. એવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે કંપની Hyundai ઑરા પર જ ફોકસ કરવા માગે છે. જો ડિઝાઈનની વાત કરીએ તો એક્સેંટનો સામેના ભાગ અગ્રેસિવ છે. તો ઑરા એક્સેંટની સામે ખૂબ જ સ્પોર્ટી લાગે છે.

એન્જિન અને પાવર

એન્જિન અને પાવરની વાત કરીએ તો Hyundai એક્સેંટમાં BS6 માપદંડનું 1.2 લીટર પેટ્રોલ અને 1.2 લીટર ડીઝલ એન્જિન ઓફર કરવામાં આવે છે. આ બંને એન્જિનની સાથે જ 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવે છે. 1.2 લીટર પેટ્રોલ એન્જિન 6,000rpm પર 82bhp નો પાવર અને 4,000rpm પર 114nmનો ટોર્ક જનરેટ કરે છે. તો 1.2 લીટર ડીઝલ એન્જિન પર કાર 74bhp નો પાવર અને 190nm ટોર્ક જનરેટ કરે છે. જો એક્સેંટ પ્રાઈમની વાત કરીએ તો તેમાં કંપનીએ ફિટેડ સીએનજી કિટની સાથે વેચવામાં આવે છે. જેમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે Hyundai ટૂંક સમયમાં આ કારને ડિસ્કન્ટીન્યૂ કરવાનું એલાન કરી શકે છે. Hyundai ઑરાની લોન્ચિંગ પછીથી જ એક્સેંટના વેચાણમાં આવેલા ઘટાડાને પણ કંપનીના આ નિર્ણય પાછળનું કારણ માનવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments