હેપી બર્થ ડે : સાઉથના આ કોમેડિયને એટલી ફિલ્મો કરી છે કે ગિનીઝ બુકમાં વર્લ્ડ રેકોર્ડ છે, પદ્મશ્રી પણ છે નામે

0
98

આજે બ્રહ્માનંદનો 63મો જન્મદિવસ છે અને તેઓ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. ફેન્સ તેમના નામનો #Brahmanandam ચલાવી રહ્યા છે. આ સુપર સ્ટાર 1000થી પણ વધુ ફિલ્મો કરીને ગિનીઝ બુકમાં નામ નોંધાવી ચૂક્યા છે.

  • બ્રહ્માનંદનો આજે જન્મદિવસ
  • 1000થી વધારે ફિલ્મો કરી ચૂક્યા છે આ એક્ટર
  • ગિનીઝ બુકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચૂક્યા છે

બોલિવૂડની જેમ સાઉથ સિનેમાના અનેક દિવાના છે. સાઉથ ફિલ્મો લાંબા સમયથી બનતી આવી છે. દરેકે તેમાંથી કોઈના કોઈ ફિલ્મો જોઈ જ હશે. જ્યાં એક્ટર્સ નાગાર્જુન, ચિરંજીવી, પ્રભુ દેવા અને મામૂઠી દરેકના બાળપણ મોટો ભાગ રહ્યા છે. જ્યારે પ્રભાસ, મહેશ બાબૂ, દુલકર સલમાન અને અલ્લૂ અર્જુન જેવા સ્ટાર્સ હવે પોતાનું સ્થાન બનાવી રહ્યા છે.

સાઉથ ફિલ્મોમાં નામી કલાકાર છે બ્રહ્માનંદ

જો તમે સાઉથ સિનેમાના ફેન છો તો તમે આ સાઉથ એક્ટરને જાણતાં જ હશો. તે અન્ય કોઈ નહીં પણ બ્રહ્માનંદમ છે. તેલુગુ સિનેમામાં તેમનું મોટું નામ છે અને તમે તેમને અનેક ફિલ્મોમાં જોયા હશે.

આજે છે બ્રહ્માનંદનો જન્મદિવસ

1 ફેબ્રુઆરીએ બ્રહ્માનંદનો 64મો જન્મદિવસ છે. બર્થડેના દિવસે તેઓ સોશ્યિલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે, ફેન્સ તેમના નામે હેશટેગ એટલે કે #Brahmanandam ચલાવી રહ્યા છે અને સાથે જ તેમના કામના પણ વખાણ કરી રહ્યા છે.

હાલ સુધીમાં કરી છે 1000થી પણ વધારે ફિલ્મો

બ્રહ્માનંદમ દશકોથી સાઉથ સિનેમાનો ભાગ છે. તેઓએ 1987માં આવેલી ફિલ્મ અહા ના પલાંટાથી પોતાના એક્ટિંગ ડેબ્યૂને કર્યું હતું. ત્યારથઈ લઈને હાલ સુધી તેઓએ 1000થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.

બ્રહ્માનંદમ સાઉથના દરેક સુપર સ્ટારની સાથે જોવા મળે છે. તેઓએ મહેશ બાબૂ, અલ્લૂ અર્જુન, પ્રભાસ, રામ ચરણ, નાગાર્જુન વગેરેની સાથે અન્ય એક્ટર્સની સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. બ્રહ્માનંદમને તેમની કોમિક ટાઈમિંગ, મજેદાર રોલ અને મસ્તીને માટે ઓળખવામાં આવે છે. તેઓએ તેલુગુની સાથે સાથે કન્નડ અને તમિલ સિનેમામાં પણ કામ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here