દક્ષિણ કોરિયાની કંપની એલજીએ નવા સ્માર્ટફોનના લોન્ચ સાથે ભારતમાં પોતાનો પોર્ટફોલિયો વધુ મજબૂત કર્યો છે. એલજી દ્વારા ભારતમાં ડબલ્યુ 10, ડબલ્યુ 30 અને ડબલ્યુ 30 પ્રો સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. ભારતીય માર્કેટમાં એલજીના આ સ્માર્ટફોનનો મુકાબલો શાઓમી, સેમસંગ અને આસુસનાં બજેટ સ્માર્ટફોનથી હશે. એલજી ડબલ્યુ 10 અને એલજી ડબલ્યુ 30 સ્માર્ટફોનની ફ્લેશ સેલ 3 જુલાઈથી એમેઝોનની વેબસાઇટ પર શરૂ થશે. ત્રણ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 9.0 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને સિંગલ સ્ટોરેજ વેરિયન્ટ સાથે આવે છે.
એલજી ડબલ્યુ 10 ની કિંમત અને ફિચર્સ:
એલજી ડબલ્યુ 10માં 6.19 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે મળશે. આ ઉપરાંત આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. જેમાં એક કેમેરો 13 મેગાપિક્સલનો છે, જ્યારે અન્ય 8 મેગાપિક્સલનો છે. ફોનમાં 2.0 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર પ્રોસેસર, 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ મળશે. ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે ફોનમાં ફેસ અનલોક પણ આપવામાં આવ્યું છે.
એલજી ડબલ્યુ 30 ની કિંમત અને ફિચર્સ:
એલજી ડબલ્યુ 30માં 6.26 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે હશે. આ ફોનમાં ટ્રીપર રિયર કેમેરા સેટઅપ છે. જેમા એક 12 મેગાપિક્સેલ, બીજો 13 મેગાપિક્સલનો વાઇડ એન્ગલ અને ત્રીજો 2-મેગાપિક્સેલનો કેમેરો છે. તેમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. ફોનમાં 2.0 ગીગાહર્ટ્ઝની ઓક્ટાકોર પ્રોસેસર, 3GB રેમ અને 32 GB સ્ટોરેજ મળશે. ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે ફેસ અનલોક પણ આપવામાં આવ્યું છે. આ ફોનમાં 4000 mAhની બેટરી છે.
LG W10, W30, W30 Proની કિંમત વિશે વાત કરીએ તો LG W10 ની કિંમત 8,999 રૂપિયા છે અને LG W30ની કિંમત 9,999 રૂપિયા છે. કંપનીએ એલજી 30 પ્રોની કિંમત વિશે કોઈ માહિતી આપી નથી.