Friday, August 6, 2021
Homeટ્રાફિક નિયમો ફોલો કરશો તો વધારે પગાર આપશે ગુજરાતની આ કંપની
Array

ટ્રાફિક નિયમો ફોલો કરશો તો વધારે પગાર આપશે ગુજરાતની આ કંપની

દેશમાં મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા પછી દંડના જુદા જુદા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હજુ પણ લોકોને નવા ટ્રાફિકના નિયમો અપનાવવામાં પ્રોબ્લેમ આવી રહી છે. જોકે અમુક જગ્યાએ લોકોએ નવા કાયદાને આવકાર્યો છે. ગુજરાતમાં હજુ આવતા મહિને નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ થશે. 16 ઓક્ટોબરથી આખા ગુજરાતમાં નવો ટ્રાફિકનો કાયદો લાગૂ થઈ જશે.

એવામાં ગુજરાતમાં અમુક કંપનીઓએ તેમના કર્મચારીઓ માટે તેઓ ટ્રાફિકના નિયમ ફોલો કરે તે માટે નવી સ્કીમો કાઢી છે. કંપની કર્મચારીઓ પોતાની આદતો સુધારે તે માટે તેમને પ્રોત્સાહનના રુપમાં પગાર વધારવાનું પણ વિચારી રહ્યા છે.

મળશે ગીફ્ટઃ

અમદાવાદમાં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં CCTV કેમેરા લગાવ્યા છે. હોસ્પિટલના CEO ડૉ.નિખિલનું કહેવું છે કે, અમે સ્ટાફ પર નજર રાખીએ છીએ કે આવતા સમયે કોણે હેલમેટ પહેર્યું છે, કોણે સીટ બેલ્ટ પહેર્યું છે. જે એવું નથી કરતા અમે તેમનું કાઉન્સિલિંગ કરીએ છીએ. ટ્રાફિક નિયમોનું મહત્ત્વ સમજાવીએ છીએ. તેના પર ક્વીઝનું પણ આયોજન કરવાના છે. જે સ્ટાફ જીતશે તેને ગીફ્ટ મળશે.

નિયમોનું પાલન કરશો તો વધશે પગારઃ

વાઘ બકરી ગૃપે કહ્યું કે, કંપનીએ 100 વર્ષ પૂરા કરવા પર તેમણે પોતાના સ્ટાફને કહ્યું છે કે, ઓછામાં ઓછું પ્રદૂષણ કરો. ટીપ્સ પણ અપાય કે તેઓ કાર પુલિંગનો ઉપયોગ કરે. કર્મચારીઓ જો ટ્રાફિકના નિયમોનું પાલન કરશે તો કંપની વિચારી રહી છે કે તેમનો પગાર પણ વધારશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments