આજનો દિવસ ગુજરાત પોલીસ માટે સુવર્ણ અક્ષરોમાં લખાશે, નવા ધ્વજ અને નિશાન સાથે મળી નવી ઓળખ

0
40

ગુજરાત પોલીસ માટે આજનો દિવસ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત થઈ ગયો છે. આજે ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો થયો હતો. ગુજરાત પોલીસ કરાઈ એકેડમીમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’નું સન્માન ગુજરાત પોલીસને અપાયું હતું. આ સાથે જ ગુજરાત પોલીસને પોતાનો અલાયદો ધ્વજ અને ચિન્હ મળ્યું છે.

ગુજરાત પોલીસને વિશેષ કાર્યક્રમમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. આ સાથે જ રાષ્ટ્રપતિ નિશાન મેળવનાર ગુજરાત 7મું રાજ્ય બની ગયું છે. ગુજરાત પોલીસ કરાઈ એકેડમીમાં આજના કાર્યક્રમમાં CM રૂપાણી, DyCM નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત રહીને પ્રસંગને દિપાવ્યો હતો.

ગુજરાત પોલીસને આજે રાષ્ટ્રપતિનું નિશાન એનાયત થયું છે. ગુજરાત પોલીસ દળ આ સન્માનથી સન્માનિત થતું ૭મું રાજ્ય બની ગયું છે, જ્યારે દેશનું 8મું મોટું પોલીસ દળ બન્યું છે. હાલ આ સન્માન મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, ત્રિપુરા અને આસામ રાજય પોલીસ દળનો સમાવેશ થાય છે. હવે આ કડીમાં ગુજરાતનું નામ પણ ગૌરવથી લેવાશે.

આજે ગુજરાત પોલીસ એકેડેમી, કરાઇ ખાતે ગાંધીનગર ખાતે યોજાનારી સેરેમોનિયલ પરેડમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનું નિશાન એનાયત કર્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ રીતે ડીઝાઇન કરવામાં આવેલા ધ્વજ અને વિશેષ પ્રતિક ગુજરાત પોલીસને ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા.

ભારત સરકારના ગૃહ મંત્રાલય ખાતેની સમિતિ કે જેમાં સી.આર.પી.એફ., બી.એસ.એફ., સી.બી.આઈ., આર.એન્ડ એ.ડબ્લ્યુ (R&AW), ઇન્ટેલિજન્સ બ્યુરો, ઓડિશા પોલીસ અને હિમાચલ પ્રદેશ પોલીસના વડાઓનો સમાવેશ થાય છે. તેમના દ્વારા રાષ્ટ્રપતિશ્રીના નિશાનનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમા હવેથી ગુજરાત રાજય પોલીસનો સમાવેશ કરાયો છે. આ ધ્વજ ગુજરાત પોલીસના તમામ એકમોનું પ્રતિક બનશે અને ગુજરાત પોલીસને એનાયત થયેલું વિશેષ પ્રતિક યુનિફોર્મના ડાબા હાથના સ્લીવમાં પહેરાવવામાં આવશે.

‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ નિશાનએ પોલીસ દળની શ્રેષ્ઠતા અને ગૌરવનું દેખીતું પ્રતિક છે. ‘NISHAAN’ એ રાષ્ટ્રની સેવામાં કોઈ પણ ફોર્સ દ્વારા બહાદુરીથી કરેલી કાર્ય અને રાષ્ટ્રની સેવામાં આપેલા યોગદાનની સાક્ષી આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here