કાશ્મીરમાં આવું તો 2000 અને 2017માં પણ નહોતું થયું, આ ગંભીર ખતરાના સંકેત

0
13
  • સંભાવના : ઓક્ટોબરમાં ચૂંટણીને લીધે તહેનાતી
  • અટકળ : 35-એ હટાવવાની તૈયારી માટે તહેનાતી
  • કાશ્મીરમાં તાજેતરના ઘટનાક્રમનો અર્થ સમજવો સરળ નથી. પણ છેલ્લા ચાર-પાંચ દિવસોમાં એલઓસી અને કાશ્મીર સેક્ટરમાં ફાયરિંગ, મોર્ટારનો ઉપયોગ થયો છે. પોલીસના અમુક મેમો લીક થયા છે. તેમાં ચાર મહિના લાયક જરૂરી સામાન જમા કરીને રાખવાની વાત સામે આવી છે. અમરનાથ યાત્રા અટકાવાઈ છે. શ્રદ્ધાળુઓને વધારે ન રોકાવા કહેવાયું છે. આવું તો 2000 અને 2017માં પણ થયું નહોતું. જ્યારે આતંકીઓએ યાત્રીઓ પર હુમલો કર્યો હતો. શું કાશ્મીરમાં કંઇક મોટું થવા જઈ રહ્યું છે જેને સરકાર ગુપ્ત રાખવા માગે છે. સુરક્ષા અંગે સરકાર આવું કરી પણ શકે છે.મળેલા ઇનપુટ પાકિસ્તાનના કોઈ મોટા કાવતરાં તરફ ઇશારો
    આમ પણ 15 ઓગસ્ટનો સમય સંવેદનશીલ મનાય છે. સરકારે ભવિષ્ય વિશે વિચારી નિર્ણય કર્યો હશે. એવું બની શકે કે ગુપ્ત સૂત્રોથી મળેલા ઇનપુટ પાકિસ્તાનના કોઈ મોટા કાવતરાં તરફ ઇશારો કરી રહ્યાં હોય. હાલ જે આઈઈડી અને હથિયાર મળ્યાં છે તેનાથી મોટો ખતરો નથી પણ બની શકે કે આતંકીઓ પાસે હાજર હથિયારો અને સામગ્રીઓનો આ થોડોક જ ભાગ હોય. આ સારી વાત હતી કે અફવાઓ વચ્ચે સુરક્ષાદળોએ પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here