Friday, April 19, 2024
Homeમાત્ર 4 કલાકના ચાર્જિંગ બાદ 100 કિમીનું અંતર કાપશે આ ઈ બાઈક,...
Array

માત્ર 4 કલાકના ચાર્જિંગ બાદ 100 કિમીનું અંતર કાપશે આ ઈ બાઈક, જાણો કિંમત

- Advertisement -

જેમ જેમ પેટ્રોલ-ડીઝલના વાહનોમાં વધારો થતો જાય છે એ રીતે ઈલેક્ટ્રોનિક્સ વાહોનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હૈદરાબાદમાં આવેલી ઈલેક્ટ્રિક વાહન કંપની Atumobile પ્રાયવેટ લી.એ પોતાની એક નવી ઈ બાઈક તૈયાર કરી છે. Atum 1.0 ઈ બાઈક લૉન્ચ કરવામાં આવી છે. ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને આ બાઈક તૈયાર કરવામાં આવી છે. ખાસ પર્ફોમન્સ, રેસર સ્ટાઈલ અને લુક પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ નવી Atum 1.0 બાઈકની સ્ટાર્ટિંગ કિંમત રૂ.50,000 છે. જેની મજબૂતી, ખાસ નિર્માણ, વિન્ટેજ ડીઝાઈન અને સ્પીડને કારણે ચર્ચામાં છે. આ બાઈક ઓટો મોબાઈલ ક્ષેત્રના ઓનલાઈન પોર્ટલ ઉપર પણ પ્રાપ્ય છે. પોર્ટેબલ લિથિયમ આયન બેટરી પેકથી સંચાલિત થતી આ બાઈક માત્ર ચાર જ કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે. Atum 1.0 એક વખત ચાર્જ કરવાથી 100 કિમીની રેન્જ આપશે એવો દાવો કંપની કરે છે. ઈલેક્ટ્રિક બાઈકમાં 2 વર્ષની બેટરીની વોરેન્ટી આવે છે. સિટીમાં બાળકો સાથે ફરવા માટે, યુવાનો માટે અને સિનિયર વર્ગના લોકો માટે આ બાઈક એકદમ યોગ્ય છે. બાઈકસના કલર્સમાં પણ એક વેરિએશન આપવામાં આવ્યું છે. Atum 1.0 પર્યાવરણને અનુકુળ છે. આરામ દાયક સવારી અને હાઈપર્ફોમન્સ પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અલગ અલગ અને વિષમ પરિસ્થિતિમાં બાઈકનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બાઈક તમામ પરીક્ષણમાં સફળ થયું છે. આ બાઈક પ્રીમિયમ કૈફે રેસર જેવી ફીલિગ્સ આપશે. ખાસ વાત એ છે કે, આ બાઈકસમાં તમામ પાર્ટ સ્વદેશી છે.

સ્વદેશી ઉપકરણની મદદથી સમગ્ર બાઈક તૈયાર કરવામાં આવી છે. તેલંગણા સ્થિત ગ્રિનફિલ્ડ વિનિર્માણ સુવિધા અંતર્ગત 15000 બાઈકની ઉત્પાદન ક્ષમતા ધરાવતી કંપની Atumobile એ માર્કેટની ડિમાન્ડ પર 10,000 ઈલેક્ટ્રિક્સ બાઈકનું ઉત્પાદન કરી શકે છે. ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમેટિવ ટેકનોલોજી દ્વારા Atum 1.0 ને લો સ્પીડ બાઈકની કેટેગરીમાં પણ મૂકવામાં આવી છે. જે વ્યવસાયિક રીતે ઉપયોગમાં લેવા માટે યોગ્ય છે. Atum 1.0 બાઈકને કોઈ રજીસ્ટ્રેશનની પણ જરૂર નથી. જે રીતે પેટ્રોલ-ડીઝલના વાહનોને રજીસ્ટર કરાવવા પડે છે. આ ઉપરાંત ચલાક પાસે લાયસન્સ હોવું પણ જરૂરી નથી.

Atumobile કંપનીના સંસ્થાપક વામસી ગદ્દામે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષની સખત મહેનત બાદ આ Atum 1.0 ઈ બાઈક તૈયાર કરવામાં આવી છે. આ બાઈક લૉન્ચ કરીને અમે ખૂબ જ ખુશ છીએ. ભારતીય ગ્રાહકોની ઈચ્છા, જરૂરિયાત, હેતું અને પસંદગીને ધ્યાને લઈને આ બાઈક તૈયાર કરવામાં આવી છે. આ બાઈકમાં એક સ્પેસ સેવિંગ કોન્ફિગરેશન પણ છે. આ બાઈક બીજી ઈલેક્ટ્રિક બાઈકથી થોડી અલગ પડે છે અને શ્રેષ્ઠ છે એવો દાવો કંપનીએ કર્યો છે. Atum 1.0 ઈકોફ્રેન્ડલી બાઈકની દુનિયામાં એક માઈલસ્ટોન સમાન સાબિત થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular