કોઇપણ પ્રકારની ખાંસીમાં કાળા મરીનો આ પ્રયોગ છે અકસીર, ચોક્કસ કરશે કામ

0
25

અનેક ગુણથી ભરપૂર કાળા મરી આપણને અનેક રોગોથી રાહત અપાવવામાં મદદ કરે છે. આયુર્વેદમાં મરીને ‘મરીચ’ કહેવામાં આવે છે. તો આ વખતે આયુર્વેદનાં આ પ્રાચીન તેમજ શરદી-ખાંસીના ઉત્તમ ઔષધ વિશે થોડું જાણીએ. આયુર્વેદ પ્રમાણે કાળા મરી સ્વાદમાં તીખા અને સહેજ કડવા, ગરમ, તીક્ષ્‍ણ, ભૂખ લગાડનાર, રુક્ષ છે. તે વાયુ, કફ, ઉધરસ, શ્વાસ-દમ, હૃદયરોગ તથા કૃમિનો નાશ કરનાર છે.

મરીના ચૂર્ણમાં મધ, ઘી અને સાકર મેળવીને તેનું સેવન કરવાથી સર્વ પ્રકારની ખાંસી મટે છે. અડધી ચમચી જેટલા કાળા મરીનું ચૂર્ણ કરી એક ચમચી મધ, અડધી ચમચી ઘી અને થોડી સાકરમાં મિશ્ર કરીને સવાર-સાંજ સેવન કરવું. આ પ્રયોગ દમ અને શ્વાસ રોગમાં પણ આ ઉપચાર લાભદાયી છે.

ચોમાસામાં મરી, સૂંઠ અને પીપર દૂધમાં મેળવીને બનાવેલો ઉકાળો શરદી અને વાયુનો નાશ કરી શરીરની ઉષ્માનું સંરક્ષણ કરે છે. મરી, સૂંઠ અને પીપર સરખા ભાગે લઇને તેનું ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ એક ગ્લાસ દૂધમાં મેળવીને થોડીવાર ઉકાળીને સવાર-સાંજ પીવું.

જૂના મરડાનાં ઉપચારમાં અડધી ચમચી જેટલું મરીનું સૂક્ષ્‍મ ચૂર્ણ દિવસમાં ત્રણ વખત લેવું. સાથે સૂંઠ નાંખેલુ ગરમ પાણી થોડું થોડું પીતા રહેવાથી લાભ થાય છે.

હેડકી અથવા માથાના દુખાવામાં મરીના 3-4 દાણાને બાળી તેનો ધૂમાડો સૂંઘવાથી લાભ થાય છે.

કાળા મરીમાં આયર્ન વધુ માત્રામાં હોય છે. જેથી તેને ડાયટમાં ખાવાથી લોહીની ઊણપની સમસ્યા દૂર થાય છે.

કાળા મરીમાં પેપરીન હોય છે. જે મેટાબોલિઝ્મને વધારે છે. જેનાથી બોડીમાં ફેટ જલ્દી બર્ન થાય છે અને વજન કંટ્રોલમાં રહે છે.