Saturday, April 20, 2024
Homeઅબજો રૂપિયાની લક્ષ્‍‍મી દબાવીને બેઠા હતા આ ભગવાન, 90 કિલો સોનું અને...
Array

અબજો રૂપિયાની લક્ષ્‍‍મી દબાવીને બેઠા હતા આ ભગવાન, 90 કિલો સોનું અને કરોડો રૂપિયા રોકડા મળ્યા

- Advertisement -

વિષ્ણુના દસમા અવતાર કલ્કિના નામે જાણીતા ‘કલ્કિ’ ભગવાન ખરેખર લક્ષ્‍મીપતિ સાબિત થયાં. ઇનકમ ટેક્સના દરોડામાં તેમની પાસે કરોડો દેશી-વિદેશી મુદ્રા અને સોનું મળી આવ્યુ.

ગત સાત દિવસોથી આધ્યાત્મિક ગુરુ ‘કલ્કિ ભગવાન’ના દેશભરમાં 40 ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યાં જેમાં કરોડોની રોકડ રકમ, ફાળાની રિસિપ્ટ અને સોનુ મળી આવ્યુ. દરોડા દરમિયાન 409 કરોડ રૂપિયાના ફાળાની રિસિપ્ટ, બેનામી બેન્ક એકાઉન્ટમાં 115 કરોડ રૂપિયા અને 90 કિલો સોનુ મળ્યુ.

કલ્કિ ભગવાનના દિકરાની કંપની White Lotusમાં હવાલાના માધ્યમે 85 કરોડ રૂપિયાની લેણદેણની વાત પણ સામે આવી છે.

ઇનકમ ટેક્સ વિભાગની આ રેડ ‘કલ્કિ ભગવાન’ના 40 ઠેકાણાઓ પર પાડવામાં આવી જેમાં ચેન્નઇ, હૈદરાબાદ, બેંગલોર, ચિત્તૂર, કુપ્પમ સામેલ છે. આ લોકેશનના 300 કાર્યાલયોમાં દરોડા પાડવામાં આવ્યા.

રેડ દરમિયાન મળેલા 44 કરોડ રૂપિયાની ભારતીય કરન્સી અને 20 કરોડ રૂપિયા કિંમતના યૂએસ ડોલરોને સીઝ કર્યા છે. સીઝ કરવામાં આવેલી દેશી-વિદેશી મુદ્રા અને સોનાની કિંમત આશરે 105 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

પોતાને કલ્કિ ભગવાન કહેતા કથિત ધર્મગુરુ વિજય કુમાર નાયડુ પોતાને વિષ્ણુનો દસમો અવતાર કહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular