મુંબઈમાં માત્ર 20 રૂપિયામાં લિટ્ટી ચોખા ખવડાવે છે આ વ્યક્તિ

0
4

છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયાનો ઉપયોગ એક-બીજાની મદદ માટે કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના પ્રખ્યાત ‘બાબા કા ઢાબા’ને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોથી મદદથી મળી હતી. એ વાતને ધ્યાનમાં રાખીને એક યુઝરે તાજેતરમાં સોશિયલ મીડિયા પર લિટ્ટી ચોખા વેચનાર વ્યક્તિની મદદ કરવા માટે પોસ્ટ કરી. આ પોસ્ટને ઝોમેટોનો પણ સપોર્ટ મળી રહ્યો છે.

સો. મીડિયા પર વાઈરલ થઈ લિટ્ટી-ચોખાવાળાની કહાની

હકીકતમાં એક સોશિયલ મીડિયા યુઝર પ્રિયાંશુ દ્વિવેદીએ મુંબઈના વર્સોવાના બીચની નજીક લિટ્ટી-ચોખા વેચનારની પોસ્ટ શેર કરી અને પોસ્ટમાં લખ્યું કે, લિટ્ટી ચોખા બનાવનાર વ્યક્તિનું નામ યોગેશ છે માત્ર 20 રૂપિયામાં લિટ્ટી ચોખા વેચે છે. તેના કસ્ટમર પ્રિયાંશુ દ્વિવેદીએ યોગેશના ફોટોની સાથે તેના સંઘર્ષની ઈમોશનલ કહાની પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. યોગેશની કહાની જાણ્યા બાદ ઘણા લોકો તેની મદદ માટે આગળ આવ્યા. યોગેશે પ્રિયાંશુને જણાવ્યું કે, મહિનાનું ભાડું ભરી શકાય એટલી આવક પણ નથી થતી જેના કારણે તેને દુકાન બંધ કરવાનો વારો આવ્યો છે.

ઝોમેટોની મદદ માગી

તેમજ પ્રિયાંશુએ તે વેન્ડરને ફૂડ ડિલિવરી પ્લેટફોર્મની સાથે પોતાની દુકાનને કનેક્ટ કરવા માટે કહ્યું અને મદદ કરવા માટે ઝોમેટોને ટેગ કર્યું. એટલે સુધી તેણે ઝોમેટોના સંસ્થાપક દીપિંદર ગોયલને પણ વિનંતી કરી કે તેઓ મુશ્કેલીમાં યોગેશની મદદ કરે.

ઝોમેટો એ જવાબ આપ્યોઃ

ઝોમેટોની સપોર્ટ ટીમે પ્રિયાંશુની પોસ્ટ પર લખ્યું- હાય પ્રિયાંશુ, અમે જવાબમાં વિલંબ માટે દિલગીર છીએ. જો શક્ય હોય તો કૃપા કરીને એક પર્સનલ મેસેજ પર યોગેશના કોન્ટેક્ટ નંબરની સાથે તેની સંપૂર્ણ માહિતી આપો. અમારી ટીમ ટૂંક સમયમાં યોગેશના લિટ્ટીને લિસ્ટિંગમાં સામેલ કરવા માટે તેની પાસે પહોંચી જશે. તેમજ ઝોમેટોએ યોગેશની મદદ કરવાનું વચન આપ્યું.

પ્રિયાંશુએ 16 માર્ચના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી ત્યારબાદ તે વાયુવેગે વાઈરલ થઈ. તેની પોસ્ટને 2 હજારથી વધારે લાઈક્સ મળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here