હેલ્થ ટિપ્સ : શિયાળાની એક માત્ર સાથી છે આ ગુણકારી ચીજ, અનેક તકલીફોમાં આપે છે ફટાફટ રાહત

0
8

અત્યારે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અનેક લોકોને સામાન્ય શરદી, ખાંસી અને ગળામાં ખરાશની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક દવાઓ આ સમયે બેકાર બને છે. આ સમયે શિયાળામાં માર્કેટમાં આવી ગયેલી કાચી હળદરનો પ્રયોગ ખૂબ જ લાભદાયી રહે છે.

  • શિયાળાની શરૂઆતમાં રોજ ખાઓ હળદર
  • કાચી હળદર કરે છે અનેક પ્રકારના લાભ
  • શરદી, ખાંસી, ગળામાં ખરાશને કરે છે દૂર

કાચી હળદર દેખાવમાં આદુ જેવી હોય છે. તેના પણ બે પ્રકાર હોય છે. કેસરી હોય છે તેને હળદર કહે છે અને પીળી હોય છે તેને આંબા હળદર કહેવાય છે. આ હળદરને રોજ ખાવાથી તમે શરદી, ખાંસીમાંથી ઝડપથી રાહત મએળવી શકો છો. આ સિવાય તમારી રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહે છે.

જાણી લો કાચી હળદરના ફાયદા

અપચો

પેટમાં દુઃખાવો થવો કે પછી અપચાની સમસ્યા રહેતી હોય તો પણ કાચી હળદર ફાયદો કરે છે. જો તમે તેને લસણ અને ઘી સાથે ખાશો તો તમને ઝડપથી આરામ મળે છે.

શરદી – ખાંસી
જો તમને 12 મહિના અને ખાસ કરીને સિઝનલ શરદી રહેતી હોય તો તમે સૂતા પહેલાં રોજ એક ગ્લાસ નવશેકુ હળદરવાળું દૂધ પીઓ. તમે ઈચ્છો તો તેમાં ગોળ તે ખાંડ મિક્સ કરી શકો છો. તેને પીધા બાદ પાણી ન પીઓ.

ગળામાં ખરાશ
જો તમને ગળામાં ખરાશ કે ખીચખીચ રહેતી હોય તો ચાકી હળદર ખાઓ. આ માટે તમે 1 ચમચી કાચી હળદરની પેસ્ટ, અડધી ચમચી લસણની પેસ્ટ અને 1 નાની ચમચી ગોળ મિક્સ કરો. તેના મિશ્રણનો દિવસમાં 2 વાર ઉપયોગ કરો. આમ કરવાથી તમને રાહત મળશે. તમે ગોળને બદલે મધનો ઉપયોગ પણ કરી શકો છો. તે પણ લાભદાયી રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here