આ ઘરગથ્થુ ઉપાય સાત જ દિવસમાં ખરતાં વાળની સમસ્યા કરશે દૂર

0
37

સુંદરતા અને આકર્ષણમાં વધારો વ્યક્તિના વાળ પણ કરે છે. પરંતુ વર્તમાન સમયમાં અનિયમિત જીવનશૈલી અને પ્રદૂષણના કારણે સ્ત્રી હોય કે પુરુષ તેને ખરતાં વાળની સમસ્યાથી પીડિત છે. ખરતાં વાળને અટકાવવા લોકો મોંઘાદાટ શેમ્પૂ અને તેલનો ઉપયોગ પણ કરતા હોય છે પરંતુ જોઈએ તેટલો લાભ તેનાથી થતો નથી. તેવામાં આજે તમને જણાવીએ એવા ઘરગથ્થુ ઉપચાર વિશે જે માત્ર સાત જ દિવસમાં ખરતાં વાળને અટકાવી શકે છે. કયા છે આ ઉપાય જાણો.

નાળીયેરનું તેલ અને કેળું
વાળના ગ્રોથ માટે પ્રોટીનની જરૂર હોય છે. કેળામાં અને નાળિયેરના તેલમાં પ્રોટીન સૌથી વધારે હોય છે. ખરતાં વાળને અટકાવવા માટે એક કેળાની પેસ્ટ કરી તેમાં કોકોનટ ઓઈલ ઉમેરી માસ્ક બનાવો અને તેને વાળમાં 1 કલાક માટે લગાવો. ત્યારબાદ શેમ્પૂથી વાળ ધોઈ લો અને વાળ ધોયા બાદ ફરીથી નાળિયેરનું તેલ વાળના મૂળમાં લગાવી લો. આમ કરવાથી તમારા રુક્ષ વાળ પણ સીલ્કી થશે અને ખરતાં વાળ અટકશે.

મુલ્તાની માટી
સામાન્ય રીતે મુલ્તાની માટીનો ઉપયોગ ચહેરા પર થાય છે પરંતુ વાળ માટે પણ તે લાભકારી છે. તેના માટે 5 ચમચી મુલ્તાની માટી લેવી અને તેમાં 2 ચમચી નાળિયેરનું તેલ ઉમેરવું. આ માસ્કને વાળમાં લગાવી 30 મિનિટ રાખો અને વાળને ધોઈ લો. આ ઉપાય માથાની ગરમીને પણ દૂર કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here