કાળા પડેલાં હોઠને નેચરલી ગુલાબી કરશે આ હોમમેડ લિપબામ

0
34

બદલાતી ઋતુની સાથે ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેમાંથી એક છે સૂકા અને કાળા પડી ગયેલાં હોઠ. આ મોસમમાં ઘણા લોકોને હોઠ ફાટવા અને ખરાબ થવા લાગે છે. અને લિપ્સનો રંગ કાળો પણ પડવા લાગે છે. કાળા પડી ગયેલાં હોઠને દૂર કરવા માટે આપણે ઘણા લિપ બામ યુઝ કરીએ છીએ. પરંતુ કોઈ ફરક પડતો નથી. એવામાં તમે ઘરે જ નેચરલી ક્રીમ બનાવીને લગાવી શકો છો. જેનાથી કોઈ સાઈડઈફેક્ટ થતી નથી અને હોઠ સોફ્ટ અને ગુલાબી પણ થશે.

 

  • ગુલાબ-4
  • ગ્લિસરીન- 1 ચમચી
  • પેટ્રોલિયમ જેલી- 1 ચમચી
  • વિટામીન ઈ કેપ્સૂલ -1
  • લીંબુનો રસ – 1 ચમચી

 

સૌથી પહેલાં ગુલાબની પાંખડીઓને સાફ કરીને સારી રીતે ઝીણી પીસી લો. ત્યારબાદ તેમાં બધી જ સામગ્રી મિક્સ કરો. હવે આ ક્રીમને કંટેનરમાં સ્ટોર કરી લો.

જ્યારે પણ તમને સમય મળે તમે આ ક્રીમથી હોઠો પર મસાજ કરો, ખાસ કરીને રાત્રે સૂતા પહેલાં મસાજ કરો. અને દિવસમાં 2-3 વાર આ ક્રીમનો ઉપયોગ કરો. તેનાંથી હોઠ ગુલાબી તો થશે જ સાથે સાથે તે સોફ્ટ પણ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here