મહિલા અને પુરૂષ બંનેના ચહેરા પર થતાં મસાને કાયમી દૂર કરશે આ દેશી ઉપચાર.

0
8

ચહેરા ઉપર ઉપસી આવતા મસા બહુ જ ખરાબ લાગે છે. એમાંય આજકાલ પુરૂષોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. મસા થવાનું મુખ્ય કારણ પેપીલોમા વાયરસ છે. સ્કિન પર થતાં સ્ક્રેચમાં પેપીલોમા વાયરસ અટેક કરે છે, જેના કારણે મસા થાય છે. મસા કાળા અને ભૂરા રંગના હોય છે. ચહેરા પર ઝીણા-ઝીણા મસા ઉપસી આવવાને કારણે ઘણીવાર લોકોને ટ્રીટમેન્ટ પણ કરાવવી પડે છે. પણ કેટલાક મસા એવા હોય છે જે 6 મહિનાથી લઈને 2 વર્ષમાં જાતે જ દૂર થઈ જાય છે. તો કેટલાકને હટાવવા માટે ઈલાજ કરાવવો પડે છે. જો તમને પણ આ પ્રોબ્લેમ થતી હોય તો આજે અમે તમને આ મસાને નેચરલી દૂર કરવા અને તેનાથી બચવાના ઉપાય જણાવીશું. ચાલો જાણીએ.

લસણ

લસણની કળીને છોલીને તેને સહેજ વાટી લો અને હવે તેને મસાવાાળી જગ્યાએ લગાવો. લસણ લગાવવાથી મસા સૂકાવા લાગશે અને ખરીને દૂર થઈ જશે. લસણમાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ તત્વો સ્કિન માટે ખૂબ જ લાભકારી છે. જેથી આ પ્રયોગ પુરૂષો પણ પોતાના ચહેરા પર થતાં મસાને દૂર કરવા માટે કરી શકે છે.

ડુંગળી

જો તમે ચહેરા પર થતાં મસાથી પરેશાન છો તો ડુંગળીના રસનો ઉપયોગ મસાને દૂર કરવા મમાટે કરી શકો છો. તેના માટે એક નાની ડુંગળી લઈને તેને મિક્સમાં પીસીને તેની પેસ્ટ બનાવી લો. હવે તેને ગાળીને તેનો રસ કાઢી લો. પછી રોજ ચહેરા પર જ્યાં જયાં મસા થયા છે ત્યાં આ રસ લગાવો અને અડધો કલાક બાદ ધોઈ લો. થોડાં સમયમાં જ તમારા મસા દૂર થવા લાગશે.

અળસી

અળસીમાં રહેલાં ગુણો આપણાં માટે અનેક રીતે ફાયદાકારક છે. પણ શું તમે જાણો છો કે અળસી મસાથી છુટકારો અપાવવા માટે પણ ખૂબ જ સારી માનવાવામાં આવે છે. જી હા, મસાને દૂર કરવા માટે સૌથી પહેલાં અળસીને પીસી લો, પછી તેમાં થોડો અળસીનો તેલ અને થોડું મધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ તમને જ્યાં જ્યાં મસા થયા છે ત્યાં લગાવી લો. રોજ આ ઉપાય કરવાથી તમારા મસા દૂર થવા લાગશે.

બટાકાનો રસ

બટાકાનો રસ સ્કિન માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. તેમાં રહેલું બ્લીચિંગ એજન્ટ સ્કિનની સમસ્યાઓ દૂર કરે છે. આ સાથે મસાને દૂપ કરવા માટે પણ બટાકાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. તેના માટે બટાકાને પીસીને તેનો રસ કાઢી લો અને તેને મસા ઉપર લગાવો. સૂકાયા ગયા બાદ ધોઈ લો. આ ઉપાયથી થોડાં જ દિવસમાં મસા દૂર થવા લાગશે.

વડના પાન

વડના ઝાણમાં અનેક ઔષધીય ગુણો રહેલાં છે. જેથી મસાના ઈલાજ માટે તમે વડના પાનને લઈને ધોઈ લો અને પીસીને તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને તમારા મસા પર લગાવો. સૂકાય જાય એટલે ધોઈ લો. આ ઉપાયથી થોડાં જ દિવસમાં મસા દૂર થવા લાગશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here