આને દુર્ઘટના નહીં, હત્યા કહેવાય:જયપુરમાં 100ની સ્પીડથી ઓડી ચલાવી રહી હતી છોકરીઓ, ટક્કરથી એક યુવક 30 ફૂટ હવામાં ફંગોળાયો અને મોત થયું

0
19

આ બન્ને છોકરી ગાડીમાં હતી, ગાડીનું રજિસ્ટ્રેશન સોની હોસ્પિટલના માલિકોના નામે છે.

જયપુરમાં અજમેર એલિવેટેડ રોડ પર શુક્રવાર સવારે 8 વાગ્યે 2 છોકરી 100ની સ્પીડમાં ઓડી ગાડી દોડાવી રહી હતી. સ્પીડના ચક્કરમાં કંટ્રોલ ન રહ્યું અને એક યુવકને ટક્કર મારી દીધી. યુવક રોડથી લગભગ 30 ફૂટ હવામાં ઊછળીને પાસે આવેલા મકાનના ધાબા પર પડ્યો. તેનો એક હાથ અને એક પગ કપાઈને અલગ થઈ ગયા હતા. યુવકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.

કારની ટક્કર પછી યુવક ઊછળીને પાસે આવેલા એક મકાનના ધાબા પર પડ્યો.
કારની ટક્કર પછી યુવક ઊછળીને પાસે આવેલા એક મકાનના ધાબા પર પડ્યો.

 

કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા આપવા માટે આ યુવક પાલીથી આવ્યો હતો
દુર્ઘટનામાં માર્યા ગયેલી વ્યક્તિનું નામ માદારામ હતું. તે કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા આપવા માટે પાલીથી જયપુર આવ્યો હતો. પરીક્ષા શુક્રવારે સવારે 9 વાગ્યાથી હતી. યુવક મિશન કમ્પાઉન્ડ તરફથી અજમેર રોડ તરફ જવા માટે એલિવેટેડ રોડ તરફથી પસાર થઈ રહ્યો હતો, પણ પરીક્ષાના લગભગ એક કલાક પહેલાં જ પૂરઝડપે આવી રહેલી ગાડીએ તેનો જીવ લઈ લીધો.

સોની હોસ્પિટલના માલિકના નામે આ કાર રજિસ્ટર છે

એરબેગ ખૂલી જવાથી કારમાં બેસેલી બન્ને છોકરીના જીવ બચી ગયા છે. કાર જામ થઈ ગયા પછી તેણે પરિવારજનોને ફોન કર્યો. જે છોકરી ગાડી ચલાવી રહી હતી તેનું નામ નેહા સોની છે, સાથે બેઠેલી તેની ફ્રેન્ડનું નામ પ્રજ્ઞા છે. કાર સોની હોસ્પિટલના માલિકના નામે રજિસ્ટર છે. ગાડીનો નંબર RJ14 UN 5566 છે. મળતી માહિતી પ્રમાણે, દુર્ઘટના પછી પ્રજ્ઞાની તબિયત બગડવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

દુર્ઘટના પછી કારની હાલત.
દુર્ઘટના પછી કારની હાલત.

કારની ટક્કરથી રસ્તા પર લાગેલો વીજળીનો થાંભળો ઊખડી ગયો અને નીચે પડી ગયો. એ વખતે ત્યાંથી કોઈ વાહન પસાર નહોતું થયું, નહીં બીજી એક મોટી દુર્ઘટના સર્જાઈ જાત.

કારની ટક્કરથી વીજળીનો થાંભલો પડી જવાથી ઘટનાસ્થળે ભીડ ભેગી થઈ ગઈ હતી.
કારની ટક્કરથી વીજળીનો થાંભલો પડી જવાથી ઘટનાસ્થળે ભીડ ભેગી થઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here