આ રીતે પુરુષો સેક્સ લાઈફને એક્સાઈટેડ બનાવી શકે છે, અપનાવો આ ટિપ્સ

0
18
medium.com

આજે પણ આપણા દેશમાં સેક્સને લઈને એ જ પારંપરિક વિચારસરણી ચાલી રહી છે કે સેક્સ લાઈફને રોમાંચક બનાવવાની જવાબદારી પુરુષોની હોય છે. સામાન્યરીતે મહિલાઓ પહેલ નથી કરતી, કારણ કે તેમને લાગે છે કે, તે પુરુષોનું કામ છે અને ક્યાંક ને ક્યાંક મગજમાં એ ડર પણ રહે છે કે, પહેલ કરવા પર પતિ ક્યાંક તેના ચારિત્ર પર આંગળી ના ઉઠાવે. આ બધા કારણોને લઈને પુરુષો પર જ સેક્સ લાઈફને શ્રેષ્ઠ બનાવવાની જવાબદારી હોય છે. તો તમે પણ જાણી લો કે તમે કઈ રીતે તમારી સેકસ લાઈફને વધુ સારી બનાવી શકો છો.

એક્સપર્ટ્સનું કહેવુ છે કે, કોઈ પુરુષ માટે પોતાની પાર્ટનરને મલ્ટીપલ ઓગ્રેઝ્મ અપાવવું જ શ્રેષ્ઠ સેક્સ છે, તો કોઈકના માટે 3 મિનિટ સુધી ટકી રહેવુ શ્રેષ્ઠ છે. જો તમારી પાર્ટનર તમારા સેક્સ બિહેવિયરથી ખુશ અને સંતુષ્ટ હોય, તો તે તમારા માટે સારી સેક્સ લાઈફ છે. અહીં અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ, જેનાથી તમે પોતાની અસંતુષ્ટ સેક્સ લાઈફને સંતુષ્ટ બનાવી શકો છો.

પિલો ટોક છે જરૂરી

પુરુષો મોટાભાગે નજરઅંદાજ કરે છે. તેમને લાગે છે કે વાત કરવી એટલી જરૂરી નથી, જેટલું કિસ કરવું જરૂરી છે. સેક્સની શરૂઆત પહેલા પિલો ટોક તમને બંનેને એક્સાઈટેડ કરી શકે છે. પાર્ટનરને પૂછો તેને શું પસંદ છે, તે શું ઈચ્છે છે અને તેની ફેન્ટસીઝ કઈ-કઈ છે. તમે બંને ત્યારબાદ એક સારું અને પ્લેઝરવાળું સેક્સ સેશન એન્જોય કરી શકો છો.

ખોટી માન્યતામાંથી બહાર નીકળો

મોટાભાગે પુરુષ પોતાની સેક્સ લાઈફ વિશે કોઈ અન્યની સાથે ચર્ચા કરવાનુ પસંદ નથી કરતા. આથી, તેમના મનમાં ઘણી બધી ખોટી માન્યતાઓ ઘર કરી જાય છે. તેમને લાગે છે કે, અન્યો લોકો ઘણી સારી સેક્સ લાઈફ એન્જોય કરે છે, પરંતુ હું સારું નથી કરી શકતો. જો તમે પણ આવા જ વિચારો ધરાવતા હો તો તે ખોટા વિચારોમાંથી બહાર નીકળો.

પોર્ન સાથે સરખામણી ના કરો

જો તમે પોર્ન લાઈફ સાથે પોતાની સેક્સ લાઈફની સરખામણી કરશો તો ક્યારેય ખુશ નહીં રહી શકશો. પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો વિવિધ પ્રકારના ડ્રગ્સ લે છે, જેને કારણે તેઓ આટલા લાંબા વીડિયો શૂટ કરી શકે છે. તે એક ફિલ્મ છે અને ફિલ્મનું શૂટિંગ એક જ વારમાં કરવામાં નથી આવતું. તેમા અલગ-અલગ શોટ્સ હોય છે. તેમા દર્શાવવામા આવતા સ્ટન્ટ્સ ક્યારેય પોતાના પાર્ટનર પર ના અજમાવો અને તેમની પાસેથી એવી આશા પણ ન રાખો કે તેઓ પોર્ન ફિલ્મમાં દર્શાવાય છે તેવું તમારા માટે કરે.

સાઈઝના ચક્કરને ભૂલી જાઓ

મોટાભાગના પુરુષ પોતાની પેનિસ સાઈઝને લઈને કન્ફ્યુઝ રહે છે. તેમને ડર રહે છે કે, ક્યાંક તેમનો પાર્ટનર અસંતુષ્ટ ના રહે. કારણ કે જો એવુ થયું તો તેમની સેક્સ લાઈફ બરબાદ થઈ જશે. પરંતુ તમારે એ સમજવાની જરૂર છે કે, સાઈઝ મહત્ત્વની નથી હોતી, પરંતુ પ્લેઝર મહત્ત્વનું હોય છે. જો તમે બંને ખુશ હોવ તો પછી સાઈઝ ગમે તે હોય તેનાથી ફરક નથી પડતો.

કામોત્તેજક અંગોનું રાખો ધ્યાન

દરેક પુરુષને મહિલાઓના કામોત્તેજક અંગો વિશે ખ્યાલ હોવો જોઈએ, તેનાથી સેક્સમાં બંનેને જ પ્લેઝર વધુ મળે છે અને સેક્સ લાઈફ સારી થાય છે. તમને બંનેને એકબીજાના સેન્સેશનવાળા પાર્ટ્સ વિશે ખબર હોવી જોઈએ. તે તમારી સેક્સ લાઈફમાં અલગ રોમાંચ ભરી દેશે. જો તમે પણ આ ટ્રિક્સ અપનાવશો તો તમારી સેક્સ લાઈફ એક્સાઈટિંગ બની જશે.