લીવરને હેલ્ધી અને સ્ટ્રોન્ગ બનાવી રાખવા માટે આ રીતે કરો આમળાનું સેવન.

0
3

ચહેરા અને શરીરના બહારના ભાગોની કેર કરવા માટે લોકો રેગ્યુલર ફેશિયલ, મેનિક્યોર અને પેડિક્યોર જેવી વસ્તુઓ કરાવવાનું ચુકતા નથી.. પરંતુ શરીરના અંદરના ભાગનો કેર કરવાનું ભૂલી જાય છે, આ અંગોનું ધ્યાન ન રાખવાને કારણે શરીર કેટલાય પ્રકારની બીમારીઓને આમંત્રિત કરી શકે છે. શરીરના આ મહત્ત્વના અંગોમાં લીવર પણ સામેલ છે. જે શરીરમાં ગ્લૂકોઝથી બનતા ગ્લાઇકોજનને સંગ્રહિત કરે છે. પચેલા ખોરાકમાંથી ચરબી અને પ્રોટીનને શોષી લેવામાં મદદ કરે છે. લોહીના જામી જવા માટે જરૂરી પ્રોટીનને બનાવે છે અને વિષાયુક્ત પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવાનું કામ પણ કરે છે. એટલા માટે જરૂરી છે કે તેની કેર પણ સારી રીતે કરવામાં આવે. તેની કેર ન કરવાને કારણે હેપેટાઇટિસ, જોન્ડિસ અને ફેટી લીવર જેવી બીમારીઓ જન્મ લઇ શકે છે.

લીવરને સ્વસ્થ રાખવા માટે આમળાની મદદ લઇ શકાય છે. આમળમાં વિટામિન સી, વિટામિન-એ, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ, આયરન, ફાઇબર અને ફૉસ્ફરસ જેવા પોષક તત્ત્વ મળી આવે છે. આ સાથે જ તેમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી, એન્ટી-ઑક્સિડેન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ પણ મળી આવે છે. જે લીવરને તો સ્વસ્થ રાખે જ છે, સંપૂર્ણ બોડીને પણ પોષણ આપે છે. જાણો, આમળાનું સેવન કેવી રીતે કરવામાં આવે છે?

આ રીતે કરી શકો છો આમળાનું સેવન

લીવરને સ્વસ્થ રાખવા માટે તમે આમળાના જ્યુસનું સેવન કરી શકો છો. આ સ્વાદમાં થોડાક ખાટ્ટા અને ઔષધિય હોય છે, એટલા માટે જો તમે માત્ર આમળાનો જ્યુસ ન પી શકો, તો તેને અન્ય શાકભાજીઓના જ્યુસ સાથે મિક્સ કરીને પી શકો છો.

તમે આમળાની શાકભાજી બનાવીને પણ તેનું સેવન કરી શકો છો. તમે તેને બટાકા અથવા કોઇ અન્ય શાકભાજીની સાથે મિક્સ કરીને રાંધીને ખાઇ શકો છો.

આમળાનું સેવન તમે ચટણીની જેમ પણ કરી શકો છો. જો તમે ઇચ્છો તો માત્ર આમળાને દળીને તેની ચટણી બનાવી શકો છો. જો ન ઇચ્છો તો લીલી કોથમીર અથવા ફુદીનાની ચટણીમાં તેને દળીને સેવન કરી શકો છો.

આમળાની ચા બનાવીને પણ તેનું સેવન કરી શકાય છે. તેના માટે તમે આમળાને દળીને પાણીમાં ઉકાળીને તેનું સેવન ચાની જેમ કરી શકો છો.

જો તમે ઇચ્છો તો અથાણાના સ્વરૂપમાં પણ આમળાનું સેવન કરી શકો છો. બજારમાં તમને આ સરળતાથી મળી જશે.

આમળાનું સેવન તમે મુરબ્બા તરીકે પણ કરી શકે છે. આ પણ લીવર માટે ફાયદાકારક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here