કોરોનાકાળમાં ઘરમાં રહી અભ્યાસ કરતા બાળકોના માનસિક સ્વાસ્થ્યનું આ રીતે રાખો ધ્યાન!

0
3

કોરોના સંક્રમણના કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર વિપરિત પ્રભાવ પડી રહ્યો છે. ઘરમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. તેવામાં તેઓ ન તો મિત્રોને મળી રહ્યાછે અને ન તો શાળઆમાં જઈને અભ્યાસ કરી રહ્યા છે. ઈન્ટરનેટના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે કોરોનાકાળમાં બાળકોના માનસિક સ્વાસ્થ્યનુ પણ ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

વેબિનારને સંબોધન કરી રહ્યા છે

આ જાણકારી લોહિયા સંસ્થાના માનસિક ચિકિત્સક ડૉ.દેવાશિષ શુક્લાએ આપી છે. તેઓ શનિવારે અલીગંજ સીએમએસ વતી વેબિનારને સંબોધન કરી રહ્યા છે. ડૉ.દેવાશિષ શુક્લાએ કહ્યું કે, બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે સંવાદ સ્થાપિત કરો. બાળકોની દરેક વાત સાંભળો અને તેને ગંભીરતાથી લો. જો બાળક ગુમસુમ બની જાય અથવા એકાંતમાં રહે તો તેને ગંભીરતાથી લો. આ કાર્યક્રમમાં ડૉ.સોની અને ડૉ.અમિતા શ્રીવાસ્તવ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કરો આ ઉપાય

ડૉ. દેવાશિષે કહ્યુ કે, કોરોનાકાળમાં બાળકોની પસંદીદા પુસ્તકો ખરીદો. બાળકોને વધારે મોબાઈલ-કોમ્પ્યુટરથી દૂર રાખો. માત્ર જરૂરિયાત પર જ આ વસ્તુઓનો વપરાશ કરો. કારણ કે, આ ફરક માત્ર આંખોની રોશની પર પડી શકે છે. નજર કમજોર થઈ શકે છે. કસરત કરો. સવાર અને સાંજે ટેરેસ ખુલેલા સ્થાન પર વોક કરો. યોગ કરો. બાળકોમાં કોઈપણ પ્રકારની પરેશાની નજર આવવા પર કાઉસિલિંગ કરાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here