એવું કહેવાય છે કે, આ મહેલ પર્વત કાપીને બનાવવામાં આવ્યો છે અને તેની કિંમત લગભગ 500 કરોડ રૂપિયા છે, શું તમે જોયો છે કે, આ મહેલ અંદરથી કેવો લાગે છે ?
દિલ્હીના 47 કરોડના શીશમહેલની ચર્ચા દેશભરમાં થઈ હતી. જ્યારે આ શીશ મહેલની અંદરના ફોટા અને વીડિયો બહાર આવ્યો ત્યારે બધા લોકો બધા નજારા જોઈને ચોંકી ગયા. જોકે હવે આજે જે મહેલનો વીડિયો સામે આવ્યો છે તે જોઈ તમે શીશ મહેલ વિશે વિચારશો પણ નહીં. એવું કહેવાય છે કે, આ મહેલ પર્વત કાપીને બનાવવામાં આવ્યો છે અને તેની કિંમત લગભગ 500 કરોડ રૂપિયા છે. તેની અંદર 40 લાખ રૂપિયાની કિંમતનો બાથટબ અને 12 લાખ રૂપિયાની કિંમતનો કમોડ છે.
આ મહેલ આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીનો હોવાનું કહેવાય છે, જે 500 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો પરંતુ આ મહેલને કારણે જગન મોહન રેડ્ડી મુશ્કેલીમાં મુકાઈ શકે છે કારણ કે આ મહેલ પર હોબાળો મચી ગયો છે. આંધ્ર પ્રદેશમાં સરકાર બદલાતાની સાથે જ જગન મોહન રેડ્ડી આસપાસ ફંદો કડક થવા લાગ્યો છે. એન ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ જગન મોહન પર 500 કરોડ રૂપિયા ખર્ચ કરીને મહેલ બનાવવાનો આરોપ લગાવ્યો છે. એવો આરોપ છે કે, આ રકમ ભ્રષ્ટાચાર દ્વારા જનતા પાસેથી લૂંટવામાં આવી હતી.
એવો આરોપ છે કે, જગન મોહન રેડ્ડીએ આ મહેલ ગુપ્ત રીતે બનાવ્યો છે. આ મહેલ વિશાખાપટ્ટનમમાં બેરિકેડ ઉભા કરીને ગુપ્ત રીતે એક ટેકરીની ટોચ કાપીને બનાવવામાં આવ્યો હતો.TDPએ દાવો કર્યો છે કે, રુષિકોંડા ટેકરી પરનો આ ભવ્ય મહેલ એ જ જગન મોહન રેડ્ડી દ્વારા કાર્યાલય તરીકે બનાવવામાં આવ્યો હતો જેમણે અગાઉ વિશાખાપટ્ટનમને આંધ્રપ્રદેશની રાજધાની જાહેર કરી હતી.